હજીરા ઘોઘા રો રો ફેરી સેવા દિવાળી પહેલાં શરૂ થવાની શક્યતા ધૂંધળી

0
93
  • 31 ઓકટોબરથી રો રો ફેરી સર્વિસ શ થવાની જાહેરાત નિષ્ફળ
  • હાલ બુકિંગ શરૂ કરવા પર રોક: ડિસેમ્બરના અંત સુધીમાં આ સેવા શ થાય તેવી શક્યતા

ભાવનગરના ઘોઘા  હજીરા વચ્ચે રોપેક્ષ સેવા ઓકટોબરના અંતમાં 31મીથી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે આવતા મહિને, નવેમ્બરમાં કયારે આ સેવા શરૂ થશે તે પણ નિશ્ર્ચિત નથી. આ દિવાળીમાં આ સેવા શરૂ થાય તેવી શક્યતા ઓછી છે. પરંતુ દિવાળી ભેટ સ્વરૂપે શરૂ કરવા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આ ફેરી સર્વિસ શરૂ થતા સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે સુવિધા વધશે. હાલ રોડ દ્વારા જતાં થોડી લાંબી મુસાફરી કરવી પડે છે. ત્યારે આ સેવા શરૂ થતાં પરિવહનના સમયમાં ખાસો ઘટાડો થશે. જો કે આ દિવાળીમાં લાભ મળશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.
 સુરત ખાતે હિરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે ઘણા સૌરાષ્ટ્રના વેપારીઓ જોડાયાં છે. ઘોઘા-હજીરા વચ્ચેની રોપેક્ષ સેવાને લઇને પેસેન્જર, વાહનોના દર કંપ્નીએ નક્કી કરી દીધા છે. રોપેક્ષ સેવાથી ઘોઘાથી હજીરા 4 કલાકમાં પહોંચી જવાશે.


  ભાવનગરના ઘોઘા- દહેજ વચ્ચે શરૂ થયેલ રો પેકસ ફેરી સર્વિસ સરકારના કરોડા રૂપિયાના આંધણ પછી પણ સફળ ન થતા બંધ કરવી પડી અને હવે  ઘોઘા હજીરા વચ્ચે આ રોપેક્ષ સેવા શરૂ થઈ રહી છે. આ સેવા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે પરંતુ ઓકટોબરનો વાયદો ખોટો ઠર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here