દેશના 30 વર્ષ જૂના જ્વેલરી હબ કેરળના કોડુવેલીથી દિવાળી સુધીમાં 1 ટન સોનાનાં ઘરેણાં દેશભરમાં જશે, હાલ 28 હજાર ઓર્ડર પૂરા

0
65

કેરળનું કોડુવેલી અત્યારે ઘણું વ્યસ્ત છે. અહીંના બજારમાં ખરીદી માટે દેશભરમાંથી સોના-ચાંદીના વેપારીઓની આવન-જાવન રહે છે. આ વખતે કરવાચોથ, દિવાળી માટે 1 ટન સોનું (અંદાજિત કિંમત 500 કરોડ)નાં ઘરેણાંનો ઓર્ડર પૂરો કરવાનો છે. કોવિડને કારણે મોટા ભાગનો ઓર્ડર ઓનલાઈન મળ્યા છે. પંજાબ, મહારાષ્ટ્ર, પ.બંગાળ, યુપી જેવાં રાજ્યોમાં અંદાજે 28 હજાર નાના-મોટા ઓર્ડર પૂરા કરાયા છે. 50 હજારની વસતિવાળા કોડુવેલીમાં 1 કિ.મી.ની ત્રિજિયામાં સોના-ચાંદીની 120થી વધુ દુકાન છે.

અખાતના દેશોમાંથી સોનું આવે છે, પંજાબ-બંગાળની ટ્રેડિશનલ જ્વેલરી વિખ્યાત
કોડુવેલીમાં દુબઈ, કતાર જેવા અખાતના દેશોમાંથી સોનાની સીધી આયાત થાય છે. રાજ્યોની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને જ ઘરેણાં બને છે. 130 વર્ષ પહેલાં વેપારી ઘરે-ઘરે જઈ મહિલાઓને ઘરેણાં બતાવી વેચતા હતા. હવે સોનાની ડિઝાઈનનું મોટું સેન્ટર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here