હાર્ટફેલ્યોરના દર્દીના ધબકારા નિયંત્રિત કરતી પદ્ધતિ અંગે UN મહેતાના ડોક્ટરનું સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલમાં

0
73
  • એન્જિયોપ્લાસ્ટિ કે બાયપાસ શક્ય ન હોય તેવા દર્દી માટે રિસર્ચ ઉપયોગી બનશે

હાર્ટ ફેલ્યોરના દર્દીનો કાર્ડિયોગ્રામ સાંકડો(નેરો)હોય અને પેસમેકર, એન્જિયોપ્લાસ્ટિ કે બાયપાસ સર્જરી પણ કારગાર સાબિત થતી ન હોય તેવા દર્દીના હૃદયના ધબકારા નિયંત્રિત કરવા માટે યુ.એન.મહેતા હોસ્પિટલના હૃદયરોગ નિષ્ણાતે કરેલું અનોખું સંશોધન ઈન્ટરનેશનલ જર્નલમાં પબ્લિશ થયું છે. આ નવી પદ્ધતિમાં સાંકડો કાર્ડિયોગ્રામ ધરાવતા દર્દીના ગળે નાનો કાપો મૂકીને ડિવાઇસને હૃદયમાં સંકેત પહોંચાડતી 10 નંબરની વેગસ નર્વસ સાથે જોડીને હૃદયને કરંટ પહોંચાડવાથી લાંબા ગાળાના પરિણામો પ્રાપ્ત થયાનો તબીબનો દાવો છે.

યુ.એન.મહેતાના ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડો.કમલ શર્મા જણાવે છે કે, વિશ્વમાં પ્રથમવાર હાર્ટ ફેલ્યોરના દર્દીના હૃદયના ધબકારાને લાંબો સમય નિયંત્રિત કરી શકે તેવી નવી પદ્ધતિનું દેશના 10 સેન્ટરમાં 60 દર્દી પર કરાયેલું સફળ સંશોધન તાજેતરમાં ઇન્ટરનેશનલ જર્નલમાં પબ્લિશ થયું છે. ‘વેગસ નર્વસ સ્ટિમ્યુલેશન’તરીકે ઓળખાતી આ પદ્ધતિમાં સાંકડો કાર્ડિયોગ્રામ ધરાવતા હાર્ટ ફેલ્યોરના દર્દીમાં એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી શકય હોય તેવાં દર્દીમાં 6 મહિનાના ટૂંકાગાળાથી લઇને 42 મહિના (3.6 વર્ષ) સુધીના લાંબાગાળાના સારા પરિણામો પ્રાપ્ત થયાં છે. વષો પહેલાં ડિપ્રેશન અને પાર્કિન્સન જેવી મગજની તકલીફોના દર્દીને વેગસ નસ દ્વારા મગજને કરંટ અપાતો હતો. તેને બદલે મેં કરેલા સંશોધનમાં આ ડિવાઇસને 10 નંબરની વેગસ નર્વસ સાથે જોડીને કરંટને મગજને બદલે હૃદય સુધી પહોંચાડ્યો છે. આ પદ્ધતિને યુએસએફડીઅે પણ માન્યતા આપી છે.

ગળામાં કાપો મૂકી ડિવાઇસ હૃદય સુધી પહોંચાડ્યું
ધ્યાન, યોગ અને પ્રાણાયામથી હૃદયના ધબકારા નિયંત્રિત થતા હોય છે તે કાર્ય મગજની 10 નબંરની વેગસ નર્વસ દ્વારા થાય છે. જેને ઓટોનોમિક કંટ્રોલ કહે છે. આ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ગળામાંથી પસાર થઇ હૃદય સુધી પહોંચતી 10 નંબરની વેગસ નર્વસ સાથે ડિવાઇસ જોડ્યું, તેમજ વર્ષો પહેલાં પાર્કિન્સન, ડિપ્રેશન અને ટ્રેમર્સના ગંભીર દર્દીને 10 નંબરની નર્વસ દ્વારા કરંટ મગજ તરફ મોકલાતો હતો. પરંતુ, આ ટેકનોલોજીમાં કરંટને રિવર્સ કરીને મગજને બદલે હૃદય તરફ મોકલાયો છે, જેનાથી હૃદયના ધબકારા નિયંત્રિત થ‌વાની સાથે હૃદયની પહોંળાઇ ઓછી થાય, પમ્પિંગ સુધરે, હૃદયના સોજોનું પ્રમાણ ઘટે આ ફાયદાને પ્રથમ ટૂંકા, મધ્યમ બાદ હવે લાંબાગાળે થતા ફાયદાનો સ્ટડી કર્યો છે.

નબળા હૃદયના દર્દીને લાભ થશે
હૃદય નબળું હોય તેમનો કાર્ડિયોગ્રામ(ઇસીજી)વાઇડ (પહોળો) આવતો હોય તેવા દર્દીમાં પેસમેકર, એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી કરાતી હોય છે પણ જેમનો કાર્ડિયોગ્રામ સાંકડો (નેરો) આવતો હોય તેવા હાર્ટફેલ્યારોના દર્દી માટે આ નવી પદ્ધતિ આશિર્વાદરૂપ સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here