- એન્જિનિયરિંગ વિભાગ,RPF, પોલીસે 450 મીટર જગ્યા ખુલ્લી કરી
રેલવેના એન્જિનિયરિંગ વિભાગ, રેલવે પોલીસ અને સિટી પોલીસે મંગળવારે સવારે શહેરના ગોંડલ રોડ પર આવેલા ઓવરબ્રિજની નીચે ભક્તિનગર અને લોહાનગર વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેકની બંને બાજુ વર્ષોથી ખડકાયેલી ઝૂંપડપટ્ટીનું ડિમોલિશન કરાયું હતું. 10 દિવસ અગાઉ નોટિસ આપવા છતાં વિસ્તાર ખાલી નહીં કરતા મંગળવારે સવારે આરપીએફ, સિટી પોલીસે આ વિસ્તારની 80 જેટલા ઝૂંપડાઓ તોડી પાડી 450 મીટર જેટલી રેલવેની જગ્યા ખુલ્લી કરી હતી. જેસીબીની મદદથી અને રેલવેના એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓની હાજરીમાં ડિમોલિશન કરાયું હતું. રેલવે હસ્તકની તમામ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. અંતે નોટીસની બજવણીના 10 દિવસ બાદ પોલીસના બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. આ ડિમોલિશન વખતે રેલવે વિભાગના એન્જિનિયરોને પણ સાથે રાખવામાં આવ્યા હતા.