ગીર ગઢડા તાલુકા ધોકડવા પેટા વિભાગ પીજીવીસીએલ કચેરી નાં કર્મચારીઓ નો આભાર વ્યક્ત કરતા ખેડૂતો

0
130

ઉના તાલુકાના નાંદરખ ગામના ખેડૂતો ખેતી વાડી વિજ પુરવઠો અવાર નવાર ઠપ્પ થઈ જતાં અહીંના ખેડૂતો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આગળ નાં કર્મચારીઓ દ્વારા કોઈ કામગીરી કે યોગ્ય જવાબ ન આપતાં અને ટાઇમ પર વિજ પુરવઠો ન મળતાં આ વિસ્તારના ખેડૂતો બહું જ ચિંતા પર મુકાયેલ હતાં ત્યારે આ બાબતે ધોકડવા પેટા વિભાગ કચેરી ના અધિકારીઓ દ્વારા ખેડૂતોના પ્રશ્નો ને હલ કરવા મિટિંગ યોજાઈ હતી જે માં પીજીવીસીએલ ના ઇન્ચાર્જ પર કર્મચારી ડેઇજી આકોલીયા સાહેબ તેમજ જુ.ઈ.મકવાણા લાઈન મેન રાજુભાઇ તેમજ એલ કે.વાળા અહિયાં નાં ખેડૂતોના પ્રશ્નો અને રજુઆત તેમજ અન્ય ફિડર મા વિજ પુરવઠો ઠપ થઇ જતો હોય તેવા પ્રશ્નો ના હલ કરવા માટે નાંદરખ ગામે ખેડૂતોને સભા નુ આયોજન કર્યું હતું જેમાં નાંદરખ ગામ ના પુર્વ સરપંચ દિલાભાઇવી ગોહીલ, પુર્વ સરપંચ વિનોદભાઇ બાંભણિયા તથા ખેડુત આગેવાન કૃષ્ણકુમારસિંહજી.બી.ગોહિલ, બનેસીહ ગોહીલ, ભરતસિંહ એમ ગોહિલ, ભરતભાઈ તેમજ ખુબ મોટી સંખ્યામાં ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને કર્મચારીઓ દ્વારા ખેડૂતો ના પ્રશ્નો સાંભળ્યા હતા અને ખેડૂતોની રજુઆતો પર ઉંડાણપૂર્વક તપાસ કરી ને થોડાક દિવસો માં ખેતીવાડી વિજળી ની લાઈન પર ઝાડ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે તમામ પ્રશ્નો ના ઉકેલ લાવવા નવ નિમણૂક ડીપ્યુટી એજીનીયર આકોલીયા દ્વારા ખેડુતોના પ્રશ્ર્નો નો હલ થઇ જતાં અને અહિયાં નાં ખેડૂતોને ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું અને ખેડૂતો દ્વારા આવાં કર્મચારીઓ ને કાયમી માટે પીજીવીસીએલ પેટા વિભાગ ધોકડવા કચેરી માં નિમણૂક કરવામાં આવી તેવી માંગ ખેડૂતો દ્વારા ઊઠી રહી છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here