આજથી 141.વર્ષ પહેલાં અંગ્રેજો ના વખતમાં જમીન મહેસુલ કાયદો અમલમાં આવ્યો હતો ત્યારે ખેતીની જમીન અને ગામતલ જમીનોના માલિકીહક ની નોંધ માટે તલાટી મંત્રી દ્વારા ગામના નમૂના નં.૭/૧૨ અને ગામ નમૂના નં.૨ માં નોંધો કરી નિભાવવા માં આવતી. જેથી મિલકત વેચાણ કે તબદીલી માટે આ નમુના ની નકલ જરૂરી છે. પરંતુ આ નિયમો ગિરગઢડા તાલુકા માં લાગું પડતા નથી તાલુકાના મુખ્ય મથક ગિરગઢડા ગામ ની ગામતલ મિલકત ની નોંધ નો ચોપડો ગામ નમૂના નં.2 છેલ્લા ૨૫/૩૦ વર્ષ થી ગુમ થયેલ છે ? તેવું જાણવા મળી રહ્યું છે..? સત્ય છું.? જો ખરેખર ગામ નમૂના નં..2 ગુમ થાયોજ હોય તો.?!!! આજ દિન સુધી ? પોલિસ ફરિયાદ કેમ ના થઇ..?!! આનો જીમેંદાર કોણ.? અધિકારી ? પદાધિકારી.? કે જનતા..? ત્રીસ- ત્રીસ વર્ષમાં કેટલા બુદ્ધિ જીવી સરપંચો અને તલાટી મંત્રી ઓ આવ્યા હશે..? કોયે પણ આ વાત દયાન પર કેમ ના લીધી શામાટે ? નઝરઅંદાજ કરવામાં આવી કારણ શું..? કોનું હિત સમાયેલું હતું.? આવા અનેક પ્રશ્નો અત્યારે ગિરગઢડા માં ધર કરી ગયા છે.. તેમનો જીમેંદાર કોણ..?
હાલના તબક્કે ગિરગઢડા ગામ તાલુકા મથક છે. ગામતલ.પ્લોટ વેચાણ માટે કે મકાન માટે હોમલોન લેવા માટે કે અન્ય કામ માટે ૨. નંબર ની નકલ ની જરૂરિયાત ઉભી થાય છે. પરંતુ 2.નંબર નો ચોપડો ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી ઓ ઉભી થાય છે. આટલા વર્ષ થી ચોપડો ગુમ થયો હોવા છતાં. તાલુકા કે જિલ્લા કક્ષા ના કોઈ અધિકારી ઓ એ પણ પોલીસ ફરિયાદ કે અન્ય કોઇ પગલાં લીધા નથી ..તો ત્રીસ- ત્રીસ વર્ષ ના વાનાં વાયગયા ત્યારે જોવાનું યે રહ્યું કે ?!!! આટલા વર્ષો માં કેટલો બે નંબરી વહીવટો થયા હશે (ભ્રષ્ટચાર ) ..? કોની રેહમ દ્રષ્ટિ નીચે તે અહીંયા મહત્વનો સવાલ થઈ રહ્યો છે..?!
અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ