રાજકોટ સહિત છ મહાનગરપાલિકાની ચુંટણી માટે ઇલેક્શન ઓફિસરો નિમાયા

0
104
  • ગાંધીનગર,જુનાગઢ સિવાયની રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની ચૂંટણીની તૈયારી શરૂ


ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી પૂરી થયા બાદ ચૂંટણી તંત્ર હવે મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવા માટે તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીએ ગઇકાલે મોડી સાંજે રાજકોટ સહિત છ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઇલેક્શન ઓફિસરોની નિમણૂકો કરી છે.


ચૂંટણીપંચના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ રાજકોટ,અમદાવાદ,વડોદરા, જામનગર, ભાવનગર અને સુરત મહાનગર પાલિકાની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ રીટર્નિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગર અને જૂનાગઢ મહાનગરપાલિકાની ટર્મ પુરી થવામાં વાર હોવાના કારણે ત્યાં ચૂંટણી નહીં યોજાય.


ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારીઓ, ડેપ્યુટી કલેક્ટરો, પ્રાંત અધિકારીઓ, લેન્ડ રેકોર્ડ સુપરિન્ટેન્ડન્ટ,ખાસ જમીન સંપાદન અધિકારીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર તરીકે મામલતદાર, સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ કચેરીના અધિકારીઓ વગેરેનો સમાવેશ કરાયો છે.


રાજકોટમાં જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવળા, સ્ટેમ્પ ડ્યુટી વિભાગના નાયબ કલેકટર પૂજા જોટાણીયા, સહકારી મંડળીના રજિસ્ટ્રાર, પ્રાંત અધિકારી ઝોનલ-1 સિદ્ધાર્થસિંહ ગઢવી, પ્રાદેશીક મ્યુનિસિપલ કચેરીના ડેપ્યુટી કલેકટર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે રાજકોટ પૂર્વ ઝોનના મામલતદારને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરના ઓર્ડર કરવામાં આવ્યા છે પરંતુ આ જગ્યા ખાલી છે અને તેથી તે ફટાફટ ભરાઈ જાય તેમ જણાઈ રહ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ ઝોન મામલતદાર વીએન ભગોરા અને દક્ષિણ ઝોન મામલતદાર સીએમ દંગીને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here