તહેવારની સીજનમાં આ ત્રણ બીમારીથી બચીને રહેજો

0
78

તહેવારો પર લોકો ઘણીવાર મસાલાવાળી અને મીઠી વસ્તુઓ વધુ પડતી ખાઈ લેતા હોય છે. જે તેની સેહત પર ખરાબ અસર કરે છે.  જેનાથી ખાસતોર પર એસીડીટી, સુજન અને સીર દર્દ જેવી સમસ્યા થતી હોય છે. તેમજ જરૂરત થી વધુ ખાવાનું , આલ્કોહોલનું સેવન અને વધુ પડતી કસરત પણ આ સમસ્યા સર્જી શકે છે , ત્યારે જાણી લો આ સમસ્યાના બચાવ ઉપાય.

 વધુ પડતો આહાર
ઘણીવાર લોકો સ્વાદ- સ્વાદમાં વધુ પડતું ખાય લેતા હોય છે. આવી સ્થિતિમાં તેઓ ઓવરઇટીંગને કારણે માથાનો દુખાવો, એસિડિટીની ફરિયાદ કરે છે. તેનાથી વજન વધવાની પણ સમસ્યા સર્જાઈ છે. જે પાછળથી અનેક રોગો તરફ દોરી જાય છે. ત્યારે આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

– દિવસ દરમિયાન લગભગ ૮-૧૦  ગ્લાસ પાણી પીવો. જેથી શરીર સારી રીતે હાઇડ્રેટેડ રહે. 
– મસાલેદાર અને ખાંડથી ભરપુર વસ્તુઓનું સેવન ઓછું કરો. તમે તેને બદલે સુગર ફ્રી મીઠાઈઓ ખાઈ શકો છો. 
– ખોરાકમાં ૩ થી વધુ વસ્તુઓનું સેવન ન કરો. ઉપરાંત, અતિશય આહારની ભૂલ ક્યારેય ન કરો. 
– બધી ચીજો અને મીઠાઈઓ એકદમ તાજી ખાઓ. થોડા દિવસો જુની મીઠાઈઓ અથવા અન્ય વસ્તુઓ ખાવાથી પાચનતંત્ર બગડે છે

મોટી માત્રામાં આલ્કોહોલનું સેવન ન  કરવું
લોકો તહેવારોની ઉજવણી માટે દારૂનું સેવન પણ કરે છે. આ ખરાબ ટેવ લીવરને બગાડવાની સાથે-સાથે રોગો પણ નોતરે છે આવી સ્થિતિમાં જો તમારે આલ્કોહોલનું સેવન કરવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખો. 

વધારે પડતી કસરત કરવાનું ટાળો
ઘણા લોકો ભારે આહાર પછી બીજા દિવસે વધારાની કસરત કરે છે. પરંતુ આ કરવાને બદલે તમારી રૂટિનને સામાન્ય રાખો. તમારી દિનચર્યા મુજબ વ્યાયામ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here