કોરોના સંક્રમણને કાબુમાં લેવા કેન્દ્રની 3 ડૉક્ટર્સની ટીમ ગુજરાત આવશે

0
95
  • રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના ડાયરેક્ટર ડો. એસ કે. સિંઘ ગુજરાતની ટીમની આગેવાની કરશે

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર શરુ થઈ ગઈ છે. દિવાળી પછી કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધી ગયું છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં નવા દર્દીઓ માટે નવા વોર્ડ બનાવવામાં આવ્યાં છે. ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પણ સક્રિય થઈ છે. રાજ્યમાં સંક્રમણને કાબુમાં લેવા માટે કેન્દ્રની આરોગ્ય વિભાગની ત્રણ ડૉક્ટર્સની ટીમ આવશે. આ ટીમ રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે જે વિસ્તારમાં કોરોના બેકાબુ થઈ રહ્યો છે ત્યાંની પરિસ્થિતિની જાણકારી મેળવશે અને આગળ શું પગલાં ભરવા તેના સૂચનો કરશે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના ડાયરેક્ટર ડો. એસ કે. સિંઘ ગુજરાતની ટીમની આગેવાની કરશે.

ગુજરાતની ટીમને લીડ કરનાર રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના ડાયરેક્ટર ડો. એસ કે. સિંઘ રાજ્યમાં જે વિસ્તારોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે તે વિસ્તારોની મુલાકાત લેશે. તે ઉપરાંત તેઓ ટીમ સાથે કન્ટેઈન્મેન્ટ ઝોન, દેખરેખ, તપાસ અને સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો આપશે. તેમજ કોરોનાના વધતા કેસોને રોકવા ઉચ્ચ સારવાર માટે પણ મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here