જનતાનો સવાલ: ભાજપના નેતાને મહામારી બાકી મૂકશે? આ રેલીઓ અને સભાઓ પર કેમ રોક નહી!

0
75

ગુજરાતમાં કોરોના કેસ દિવાળી બાદ આશ્ચર્ય જનક રીતે વધી રહ્યા છે છેલ્લા 6 દિવસમાં કોરોનાના 6000થી પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે ભાજપના નેતા રેલીઓ અને કાર્યક્રમો યોજી રહ્યા છે.

  • કોરોના સંકટમાં રેલીઓમાં મસ્ત નેતાઓ
  • આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ
  • શહેરોમાં કર્ફ્યૂ છે, નેતાઓ કેમ ભૂલી ગયા

કોરોના સંકટ વચ્ચે પણ ભાજપના નેતાઓને સન્માનમાં જ રસ છે. MLA આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. એટલું જ નહીં પણ સુરતના કરંજ ગામમાં આત્મારામ પરમારે  રેલી પણ યોજી હતી. 

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે નેતાઓ કેમ યોજે છે જાહેર કાર્યક્રમ

સન્માન રેલીમાં આવેલા લોકોમાં કેટલાક માસ્ક વિના નજરે પડ્યા એટલું જ નહીં પરંતુ સામાજિક અંતરના પણ ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમથી લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું તો જવાબદાર કોણ? જનતાને બધા નિયમો લાગુ પડે છે, નેતાઓને છૂટ્ટો દોર કેમ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here