News Updates
AHMEDABAD

પ્રજાના પૈસા ભાજપનું માર્કેટિંગ:અમદાવાદમાં ભારત સંકલ્પ યાત્રા પાઠળ રોજના છ લાખનો ખર્ચ, સરકારી શાળાના વિદ્યાર્થીઓને હાજર રખવા આદેશ

Spread the love

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ 48 વોર્ડમાં રોજના બે કાર્યક્રમ કરી વિવિધ સરકારી યોજનાઓ અંગે લોકોને માહિતી આપવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્ર્મ પાછળ રોજના 6 લાખનો ખર્ચ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. સવાર અને સાંજ બંને કાર્યક્રમમાં 100-100 મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓને પણ હાજર રાખવા માટેની સૂચના આપી છે. પ્રજાના જ કરોડો રૂપિયાના ખર્ચે ભાજપ સત્તાધીશો સરકારી યોજનાઓની માહિતી તેઓ સુધી સોશિયલ મીડિયા અને નેતાઓ દ્વારા પહોંચાડવામાં આવતી હતી. તેને હવે કાર્યક્રમ રૂપે કરી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

એક કાર્યક્રમ પાછળ 3 લાખનો ખર્ચ
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે 48 વોર્ડમાં 48 દિવસ 96 જેટલા કાર્યક્રમ કરવાનું આયોજન છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના એક કાર્યક્રમ પાછળ 3 લાખનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. કુલ 2.88 કરોડ જેટલી મતદાર રકમ આ કાર્યક્રમ પાછળ ખર્ચ કરવામાં આવશે. જે ભાજપના સત્તાધીશો આગામી લોકસભાની ચૂંટણીમાં પોતાનો રાજકીય લાભ મેળવવા માટે કરી રહી છે. દરેક કાર્યક્રમમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 જેટલા મ્યુનિ. શાળાના બાળકોને ફરજિયાત હાજર રાખવા માટે જણાવ્યું છે જે યોગ્ય નથી. ભારતીય જનતા પાર્ટીના શાસકો પોતાની પ્રસિદ્ધિ મેળવવા બાળકોને પણ હાજર રાખે છે.

રાજકીય લાભ મેળવવા કોર્પોરેશન તંત્રને આદેશ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાજપના સત્તાધીશો રાજકીય લાભ મેળવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને ફરજિયાત આદેશ આપે છે જેના કારણે આખું તંત્ર તેમાં કામે લાગી જાય છે. જેની સીધી અસર શહેરના નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રાથમિક સુવિધાઓ ઉપર પડે છે. પ્રિન્સિપલ કમિશનરથી લઈ વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી વોર્ડ ઓફિસમાં નાગરિકોને મળી શકતા નથી અને તેમની ફરિયાદોનો નિકાલ આવતો નથી. વિકસીત ભારત સંકલ્પ યાત્રાની કામગીરી પાછળ થનાર ખર્ચના કામગીરીને પરત કરવામાં આવે.


Spread the love

Related posts

Ahmedabad:2024નું આયોજન ઓમકાર પ્રીમિયર લીગ વસ્ત્રાલની ઓમકાર હાઈટ્સ સોસાયટીમાં

Team News Updates

GUJARAT:બોમ્બ હોવાની ધમકી ! દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈમાં, ઈમરજન્સી લેન્ડિંગ  કરાયું અમદાવાદ એરપોર્ટ પર

Team News Updates

નર્મદા ડેમના 10 દરવાજા બપોર સુધીમાં ખોલાશે:મહારાષ્ટ્ર અને મધ્યપ્રેદશમાં ભારે વરસાદથી 1,66,371 ક્યૂસેક પાણીની આવક, સવારે 8 વાગ્યે ડેમની સપાટી 135.42 મીટર નોંધાઈ

Team News Updates