દુકાને ચીજ વસ્તુઓ લેવા આવતી પરિણીતા સાથે પરિચય કેળવી બાદમાં પોત પ્રકાશયું:મહિલાના પુત્રને ગાયબ અને બદનામ કરી દેવાની ધમકી આપી કારમાં અને હોટલમાં દુષ્કર્મ આચર્યું: આરોપીની શોધખોળ
શહરેમાં મોરબી રોડ પર રહેતી પરિણીતાએ આ જ વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવનાર શખ્સ સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ પરિણીતાને તેના પુત્રને ગુમ કરી દેવાની અને બદનામ કરી દેવાની ધમકી આપી આ શખ્સે મેંગો માર્કેટ પાસે અવાવરુ સ્થળે તથા હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાની ફરિયાદ પરથી બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર રહેતી 31 વર્ષીય મહિલાએ બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પર જ કરીયાણાની દુકાન ધરાવનાર મિત પરેશભાઈ ગણાત્રા (રહે. ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, સેટેલાઈટ ચોક, મોરબી રોડ) નું નામ આપ્યું છે.ફરિયાદમાં પરિણીતાએ વર્ણવેલી હકીકત મુજબ, તેણી અગાઉ સુરત હિરાના કારખાનામાં કામ કરતી હતી.દરમિયાન કારખાનેદાર સાથે આંખો મળી જતાં પ્રેમ થઈ જતાં લગ્ન કર્યા હતા. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. બે વર્ષ પૂર્વે દંપતિ રાજકોટ રહેવા આવી ગયું હતું.
પરિણીતા અને તેનો પુત્ર મોરબી રોડ ઉપર કરિયાણાની દુકાન ધરાવતા આરોપી. મીતની દુકાને અવારનવાર ચીજવસ્તુઓ લેવા જતા હોવાથી તેની સાથે પરિચય થયો હતો. બાદમાં આરોપીએ તેના પુત્રને ગુમ કરી દેશે અને હેરાન કરી દેશે તથા બદનામ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી મજબૂર કરી આશરે દોઢેક વર્ષ પહેલાં રેડ રોઝ હોટલમાં અને મેંગો માર્કેટ પાસે અવાવરુ સ્થળે કારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.બનાવ અંગે બી-ડિવિઝન પોલીસના પીઆઈ એમ.બી. ઓસુરા અને મહેશભાઈ રૂદાતલાએ પરિણીતાની ફરિયાદ પરથી મિત ગણાત્રા સામે દુષ્કર્મ તથા ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.