આગામી 30 નવેમ્બરે માદ્ય- છાયા ચંદ્રગ્રહણ, ગુજરાતમાં નહીં દેખાય

0
73

– 2020માં કુલ છ પૈકીનું પાંચમું ગ્રહણ

– અલ્હાબાદ, ભુવનેશ્વર, લખનૌ, જમશેદપુરમાં ગ્રસ્તોદય સ્થિતિમાં ગ્રહણ જોવા મળશે

વિક્રમ સંવત ૨૦૭૭નું પ્રથમ ગ્રહણ ૩૦ નવેમ્બર-સોમવારે છે. છાયા ચંદ્રગ્રહણ ભારતના પૂર્વ ભાગમાં ગ્રસ્તોદય સ્થિતિમાં જોવા મળશે. ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શનો સમય ૧૨ કલાક ૫૯ મિનિટ ૪૧ સેકન્ડ છે.

સંવત ૨૦૭૭ કાર્તિક સુદ પૂનમ ૩૦ નવેમ્બર-સોમવારે વૃષભ રાશિ રોહિણી નક્ષત્રમાં થનારું માદ્ય-છાયા ચંદ્રગ્રહણ ભારતના પૂર્વ ભાગમાં જ્યારે એશિયા-ઓસ્ટ્રેલિયા-પેસિફિક-અમેરિકામાં આહલાદક નજારો જોવા મળશે. ભારતમાં ગ્રસ્તોદય સ્થિતિમાં અલ્હાબાદ, ભાગલપુર, ભુવનેશ્વર, બાકોરો, કટક, ગોરખપુર, જમશેદપુર, લખનૌ, પટણા, પૂર્વ ભાગમાં આવતા વિસ્તારોમાં નજારો જોવા મળશે. ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ ૧૨ કલાક ૫૯ મિનિટ ૪૧ સેકન્ડ, ગ્રહણ મધ્ય ૧૫ કલાક ૧૨ મિનિટ ૩૪ સેકન્ડ, ગ્રહણ મોક્ષ ૧૭ કલાક ૨૫ મિનિટ ૩૨ સેકન્ડ, ગ્રહણ ગ્રાસમાન ૦.૨૫૮ રહેશે.

ભારતીય જન વિજ્ઞાાન જાથાના મતે છાયા ચંદ્રગ્રહણમાં પ્રકાશમાં સામાન્ય ફેરફારો ટેલિસ્કોપની મદદથી તેમજ નરી આંખે જોઇ શકાય છે.’  ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦માં કુલ ૬ પૈકીના આ ચોથું ગ્રહણ છે. હવે ૩૦ નવેમ્બરે છાયા ચંદ્રગ્રહણ બાદ, ૧૪ ડિસેમ્બેર સૂર્યગ્રહણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here