રાજકોટના ગોંડલ રોડ પર આજે વહેલી સવારે વાહન અથડાવવા જેવી બાબતે ખૂની ખેલ ખેલાયો

0
737

ગોંડલ રોડ પર ઘટના બની.

  • યુવક ગંભીર ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયો

રાજકોટના ગોંડલ રોડ પર આજે વહેલી સવારે વાહન અથડાવવા જેવી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. વાહન અથડાતાં એક યુવકને ભરબજારમાં છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. ઘટનાને લઈને આસપાસના લોકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ઉગ્ર બોલાચાલી બાદ યુવકને છરીના ઘા ઝીંકી દીધા
ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે. જ્યારે આ ઘટનામાં યુવકને ગંભીર રીતે ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે ગોંડલ રોડ એક વાહન બીજા વાહન સાથે અથડાતાં મામલો બિચકાયો હતો અને ઉગ્ર બોલાચાલી બાદ યુવકને છરીના ઘા ઝીંકી દીધા હતા.

સાઈડ કાપવા જેવી બાબતે માથાકૂટ થઈ હતી
ફરિયાદી સાગર ગળચરે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ગોંડલ રોડ પર ભૂતખાના ચોક પાસેથી વહેલી સવારે પસાર થઈ રહ્યા હતા. ત્યારે આરોપી પાર્થ, સમીર ઉર્ફે ભાણો અને અન્ય એક વ્યક્તિએ ગાડીની સાઈડ કાપવા બાબતે ગાળો બોલી હતી અને બાદમાં ઢીંકાપાટુનો માર માર્યો હતો. જ્યારે પાર્થ અને સમીર સાથે રહેલી એક વ્યક્તિ સાગરને છાતીના ભાગે છરી ઝીંકી દીધી હતો, એ બાદ તેઓ ફરાર થઈ ગયા હતા.

પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
હાલ તો પોલીસે આરોપી પાર્થ, સમીર અને અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસે આ ત્રણેય શખસ સામે આઈપીસી કલમ 323, 324, 504, 114 અને G.P. કલમ 37(1) મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here