વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિવિભાગના આંતરમાળખાને મજબૂત બનાવવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું ધિરાણની સુવિધા આપવાની શરૂઆત કરી છે. આ સુવિધા સ્ટર્ટ અપ્સ, કૃષિ ક્ષેત્રને લહતી કંપનીઓને મદદ કરવા માટે શરૂ કરવામા આવી છે. તેમજ વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ભારતના 8.55 કરોડ ખેડૂતોને 17,100 કરોડ રૂપિયાનો છઠ્ઠો હપતો આપવાની પણ જાહેરાત કરી છે.
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે એક દેશ, એક બજારના મિશન માટે છેલ્લા 7 વર્ષથી કામ ચાલી રહ્યુ હતુ તે પૂરુ થયુ. પહેલા e-NAM દ્વારા ટેક્નોલોજી આધારિત એક મોટી વ્યવસ્થા બનાવવામાં આવી. હવે કાયદો બનાવીને ખેડૂતોને બજારની મર્યાદાઓ અને બજારના ટેક્સથી મુક્ત કરવામાં આવ્યા છે. આ વિશે તેમણે ટ્વીટ કરીને પણ જાણકારી આપી હતી.
પીએમએ આગળ કહ્યુ કે આધુનિક આંતરમાળખાથી કૃષિ આધારિત ઉદ્યોગો વિકસાવવામાં ઘણી મદદ મળશે. આત્મતિર્ભર ભારત અભિયાન હેઠળ દરેક જિલ્લાના મોટા ઉત્પાદકોને દેશ અને દુનિયાના માર્કેટ સુધી પહોંચવામાં મદદ કરવા આ એક મોટી યોજના બનાવવામાં આવી છે.