રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને છ મહિનાનું એક્સટેન્શન, ફેબ્રુઆરી 2021 સુધી મુખ્ય સચિવ પદે રહેશે

0
247

અમદાવાદ. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે રાજ્ય સરકાર હાલના મુખ્ય સચિવનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મુકીમને એક્સટેન્શન આપવા માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી હતી. જેના પર કેન્દ્ર સરકારે મહોર મારી દેતા રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી છે. મુકીમ આ મહિનાના અંતે વયનિવૃત્ત થઇ રહ્યા હતા. 1985 બેચના IAS અધિકારી મુકીમ આઠ મહિનાથી વધુ સમયથી મુખ્ય સચિવ પદે છે અને સરકારમાં તેમના મિતભાષી સ્વભાવને કારણે બધાંની સાથે ફાવી ગયું છે. આમ હવે તેઓ ફેબ્રુઆરી 2021 સુધી રાજ્યના મુખ્ય સચિવ પદે રહેશે.

કોણ છે અનિલ મુકીમ
મુકીમનું પૈતૃક વતન રાજસ્થાન છે પરંતુ તેઓની જન્મ અને કર્મભૂમિ અમદાવાદ રહી છે. આ ઉપરાંત તેઓ દોઢ વર્ષ સુધી અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પદે પણ રહી ચૂક્યા છે. ઓક્ટોબર 2001થી જાન્યુઆરી 2005 સુધીના સાડા ત્રણ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી મુકીમ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના રમખાણો અને મોદીના મુખ્યમંત્રી બન્યા બાદની ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી પણ યોજાઇ હતી. આ દરમિયાન મુકીમે ખંતથી કામ કરી મોદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. સાથે સાથે અનિલ મુકિમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં તે વખતે નાણાં,મહેસૂલ વિભાગ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ નિભાવી ચૂક્યાં છે એટલે અમદાવાદ જ નહી,રાજ્યના વહીવટી તંત્ર પર તેઓ મજબૂત પક્કડ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here