અમદાવાદ:ગોરધન ઝડફિયાને શૂટ કરવા આવેલા શાર્પશૂટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ATS, ક્રાઈમ બ્રાન્ચના 40 કર્મીઓએ ક્વોરન્ટીન થવું પડશે

0
320

મંગળવારે મોડી રાતે ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિનસ હોટલમાંથી શાર્પશૂટરને ઝડપી પાડ્યો હતો

મંગળવારની મધરાતે ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રીલિફ રોડ પરની વિનસ હોટલમાં ઓપરેશન શાર્પશૂટર પાર પાડ્યું હતું. જેમાં ઈરફાન ઈલિયાસ શેખ નામના એક શાર્પશૂટરને ઝડપી પાડવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી. તેનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. તેને સોલા સિવિલ ખસેડવામાં આવ્યો છે. શાર્પશૂટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ATS, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કારંજ પોલીસના 40 પોલીસકર્મીઓએ ક્વોરન્ટીન થવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

દાઉડના સાગરીત છોટા શકીલે સોપારી આપી હતી શહેરના રીલિફ રોડ પર આવેલી વિનસ હોટલમાંથી ATS અને ક્રાઇમ બ્રાન્ચનું ટીમે ઇરફાન શેખ નામના મુંબઈના શાર્પ શુટરને ઝડપી પાડયો હતો. ઇરફાન દાઉદના સાગરીત છોટા શકીલે ઇરફાનને પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયાની હત્યા માટેની સોપારી આપી હતી. ઇરફાનની ધરપકડ કરવા આવેલી પોલીસની ટીમ પર પણ તેણે હુમલો કર્યો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઉચ્ચ અધિકારીઓ સહિતની પોલીસને ક્વોરન્ટીન થવું પડશે
ધરપકડ બાદ ઇરફાનને ATS ખાતે લાવવામાં આવ્યો હતો. જે બાદ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ઇરફાનનો કોરોના રિપોર્ટ કઢાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ બાદ ધરપકડ કરવા ગયેલe DIG સહિતની ટીમ કવોરન્ટીન થશે તથા જરૂર જણાશે તો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવશે. આરોપીને સારવાર માટે સોલા સિવિલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જેથી હવે આરોપી સાજો થયા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશેગુજરાત ATS, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કારંજ પોલીસ સહિત 40નો સ્ટાફ શાર્પશૂટરને ઝડપવા માટે મંગળવારે મોડી રાતે હોટલ વિનસ ગયો હતો. શાર્પશૂટરના સંપર્કમાં આવનાર આ તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓએ હવે ક્વોરન્ટીન થવું પડે તેવી શક્યતા છે.

હોટલની ATS અને ક્રાઈમ બ્રાન્ચે શોધખોળ કરી
ગુજરાત ATSના હિમાંશુ શુક્લાને મંગળવારે રાતે 10 વાગ્યે બાતમી મળી હતી કે, છોટા શકીલના 2 શાર્પશૂટર અમદાવાદ આવી ગયા છે અને રીલિફ રોડ પાસે આવેલી હોટલ વિનસમાં રોકાયા છે. જેથી ATS અને ક્રાઈમ બ્રાન્ચને ટીમ તૈયાર કરવામાં આવી હતી. પોલીસે ગૂગલમાં હોટલનું નામ સર્ચ કર્યું હતું. જો કે, ગૂગલમાં કરતાં હોટલ મળી આવી ન હતી. ATSના હિમાંશુ શુકલા, ક્રાઈમ બ્રાન્ચના DCP દીપન ભદ્રન, DYSP ભાવેશ રોજીયા, DYSP કે.કે પટેલ તેમની ટીમ સાથે રીલિફ રોડ પર ખાનગી વાહનોમાં પહોંચ્યા હતા. રીલિફ રોડ પર હોટલની તપાસ શરૂ કરી હતી. રાતે 12.30 વાગ્યે હોટલ વિનસ મળી હતી. હોટલ કન્ફર્મ થતાં ATSથી ચાર ચેતક કમાન્ડોને બોલાવી લેવાયા હતા. મંગળવારે રાતે દોઢ વાગ્યે ચાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોટલમાં પ્રવેશ્યા હતા.

પોલીસે મહેમાન છે કહીને રાતે દોઢ વાગ્યે અંદર પ્રવેશી
હોટલના રૂમનો દરવાજો ભાવેશ રોજીયાએ ખખડાવ્યો હતો. અંદર રહેલા આરોપી ઇરફાન એક જ અવાજમાં જાગી ગયો હતો અને પૂછ્યું હતું કોણ? એટલે રોજીયાએ કહ્યું હતું કે, મહેમાન છે. એટલી વારમાં દરવાજો ખોલતાં જ ભાવેશ રોજીયા અને કે.કે પટેલ અંદર ઘુસી ગયા હતા. રોજીયાએ પોલીસ કહેતાની સાથે જ ઇરફાને પાછળ જીન્સમાં સંતાડેલી રિવોલ્વર કાઢી હતી. જેથી રોજીયાએ તેને ધક્કો માર્યો હતો. ઈરફાન હોટલના ટેબલ સાથે અથડાયો હતો જેથી હાથ ઉપર થઈ જતા દીવાલ પર ફાયરિગ થઈ ગયું હતું. જેથી કે.કે પટેલે અને રોજીયાએ તેના પર પડ્યા હતા અને હથિયાર છીનવી લીધું હતું.

મોબાઈલમાં ગોરધન ઝડફિયાની તસવીર મળતા ઘટસ્ફોટ થયો
DCP ભદ્રન અને DIG હિમાંશુ શુકલા પણ અંદર પહોંચી ગયા હતા. મોબાઈલ ફોન તપાસ કરતા વોટ્સએપમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાનો ફોટો મળી આવ્યો હતો. નેધરલેન્ડના નંબર પરથી મેસેજ આવ્યો હતો. મંગળવારે બપોરે કમલમની રેકી હતી. જેના વીડિયો નેધરલેન્ડના નંબર પર મોકલ્યા હતા. ગોરધન ઝડફિયાના નામ અને ફોટો મળી આવ્યા હતા. હેન્ડલર દ્વારા તેને આ ફોટો મોકલવામાં આવ્યો હતો. બીજો શાર્પશૂટર આવવાનો હતો તેવી વાતચીત વોટ્સએપ ચેટમાં મળી આવી હતી. ATS લાવી પૂછપરછ કરતા તેનું નામ ઈરફાન ઈલિયાસ શેખ (રહે. મુંબઈ ચેમ્બુર) હોવાનું કહ્યું હતું. પૂછપરછ દરમિયાન અન્ય આરોપી કોણ હતો તે અંગે પૂછપરછ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here