લો…બોલો… તબેલામાં દૂધ નહીં દારૂ મળતો હતો: બાયડ પોલીસે ડેમાઈ ગામે તબેલામાં રેડ કરી વિદેશી દારૂનો અડ્ડો ઝડપ્યો

0
421

અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશી દારૂના વેપલામાં રહેલી આંધળી કમાણી અને વિદેશી દારૂની ઘેલછાના પગલે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બિલાડીના ટોપની માફક યુવાન બુટલેગરોનો રાફડો ફાટ્યો છે સ્થાનિક પોલીસની ભાઈબંધી થી બુટલેગરો બેફામ બન્યા હતા નવનિયુક્ત એસપી સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં સતત વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે બાયડ પોલીસે ડેમાઈ ગામે કૃણાલ ઉર્ફે ગટીયો તબેલાની આડમાં વિદેશી દારૂનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી બાયડ પોલીસને મળતા તબેલામાં ત્રાટકી ઘઉંના ભૂંસાની નીચે સંતાડેલ ૨૫ હજારથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો પોલીસ રેડ કરતા બુટલેગર રફુચક્કર થઈ જતા બાયડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.  

ધનસુરા પોલીસે બાઈક પર ખેપ મારતા બુટલેગર હીરાપુર ગામના ભરત કોદરભાઈ પરમારને ૮ બોટલ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પડ્યો હતો      

બાયડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિદેશી દારૂની રેલમછેલ થતી હોવાની બૂમો વારંવાર ઉઠી રહી છે ત્યારે બાયડ મહિલા પીઆઇ એન.જી.ગોહીલને ડેમાઈ ગામે તબેલાંમાં કૃણાલ ઉર્ફે ગટીયો ગીરીશ ભાઈ પટેલ દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળતા પીઆઈ ગોહિલ ટીમ સાથે ડેમાઈ ગામે બાતમી આધારિત તબેલામાં ત્રાટકી તબેલામાં વિદેશી દારૂની શોધખોળ હાથધરાતા તબેલા નજીક રહેલા ઝાડ નીચે ઘઉંના ભુસામાં સંતાડેલ વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-૧૧૭ કીં.રૂ.૨૫૪૨૮/- નો જથ્થો જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
 
ધનસુરા પીએસઆઈ પી.ડી.રાઠોડ અને તેમની ટીમ પ્રોહિબિશન અસરકારક કામગીરી કરવા પેટ્રોલિંગ દરમિયાન હીરાપુર રેલવે ફાટક પાસેથી બાઈક લઈ પસાર થતા ભરત કોદરભાઈ પરમારને અટકાવી તલાસી લેતા બાઈક પર રહેલા પ્લાસ્ટિકના થેલામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૮ કીં.રૂ.૨૪૦૦/- તથા બાઈકની કીં.રૂ.૨૫૦૦૦/ -ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ધનસુરા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here