રાજસ્થાન પર સર્જાયેલા સાયકલોનિક સરકયુલેશન અને અરબી સમુદ્રના કરંટની અસરના ભાગપે તારીખ ૨૮ ને શુક્રવારથી વરસાદનો વધુ એક રાઉન્ડ શ થાય તેવી શકયતા છે. પરંતુ સૌરાષ્ટ્ર્ર–કચ્છને રાહત મળે તેમ જણાય છે. હવામાન ખાતાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ શુક્ર અને શનિવારે બનાસકાંઠા, વલસાડ અને નવસારી જિલ્લામાં અમુક સ્થળોએ ભારે અને અમુક સ્થળોએ મધ્યમ વરસાદ પડે તેવી શકયતા છે.
દરમિયાનમાં આજે સવારે ૦૮:૦૦ વાગ્યે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોર ગુજરાતના અન્ય વિસ્તારોની સરખામણીમાં વધુ રહ્યું છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના ભાભરમા ત્રણ ઈંચ પડો છે. એ સિવાય જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અડધોથી અઢી ઈંચ વરસાદ થયો છે. મહેસાણા જિલ્લાના ઐંઝા, ખેરાલુ, સતલાસણમાં અડધો અડધો ઈંચ, તાપી જીલ્લાના વાલોદ, આણદં અને સુરત જિલ્લામાં પણ અડધો ઈંચ વરસાદ થયો છે.
ગઈકાલથી વરસાદનું જોર ઘટયું છે.પરંતુ આજે પણ અમરેલી, ભાવનગર,દ્રારકા, ગીર સોમનાથ,જુનાગઢ, જામનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શકયતા છે.