સુશાંતના મૃત્યુ લઈને હોસ્પિટલના સ્ટાફે કર્યો મોટો દાવો

0
284

સુશાંતસિંહ રાજપૂતના મોતને લગભગ અઢી મહિના થવા આવ્યા છે ત્યારે તમામ લોકો સુશાંતને ન્યાય અપાવા માટે કમરકસી રહ્યા છે. સીબીઆઈની તપાસમાં રોજ નવી વાતો બહાર આવી રહી છે ત્યારે હાલમાં સુશાંતસિંહને લઈને કૂપર હોસ્પિટલમાં સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનાર કર્મચારીએ એક ચૌકાવનાર નિવેદન આપ્યું છે. તે શખ્સના દાવા અનુસાર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા નહીં પરંતુ મર્ડર છે.

સુશાંત સિંહની બહેન શ્વેતા સિંહ કિર્તીએ એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં હોસ્પિટલનો  કર્મચારી દાવો કરી રહ્યો છે કે સુશાંતનું મર્ડર થયું હતું. વિડીયોમાં હોસ્પિટલનો કર્મચારી કહી રહ્યો હતો કે, ‘મને એટલી ખબર છે કે આ મર્ડર છે. સુશાંતસિંહના ગળા પર જે નિશાન હતા તે સોઈના નિશાન હતા. 15 થી 20 નિશાન હતા અને ગળામાં કેટલાક સેલોટેપના ટુકડા હતા.‘

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર આ કર્મચારી ઉપરાંત ડોકટર સુશાંતનું મોત મર્ડર ગણાવી રહ્યા છે. સુશાંતસિંહની બહેન આ વિડીયો બાબતે કહ્યું હતું કે આ સાંભળીને તેનું દિલ સતત તૂટી રહ્યું છે, સુશાંતને ઝડપથી ન્યાય મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here