દેશના કેટલાક ભાગોમાં સેકન્ડ વેવ, કોરોના ૨૦૨૧ સુધી રહેશે

0
111

એઇમ્સના વડા ડોકટર ગુલેરિયાની ચિંતાજનક આગાહી

દેશમાં કોરોનાવાયરસ ની મહામારી અત્યારે આક્રમક સ્વપ માં છે અને પીક પર પહોંચી ગયા બાદ તે ડાઉન થઈ જશે તેવી વાતો થઈ રહી છે પરંતુ આ બધા ફકત આશ્વાસનો છે અને તેમાં હકીકત કઈ નથી.
એમ્સના વડા ડોકટર રણદીપ બુલે રિયા એ એવી ચિંતાજનક આગાહી કરી છે કે દેશમાં ૨૦૨૧ સુધી કોરોનાવાયરસ ની મહામારી લોકોને રંજાડ તી રહેશે અને જલ્દીથી તેનાથી છુટકારો અત્યારે શકય દેખાતો નથી.


તેમણે એવી માહિતી પણ આપી છે કે દેશના કેટલાક ભાગોમાં કોરોનાવાયરસ મહામારીનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો હોય તેવું સૌ મહેસૂસ કરી રહ્યા છે અને ખાસ કરીને મેડિકલ જગતના લોકો તેમ માને છે કે કેટલાક ભાગોમાં બીજો રાઉન્ડ શ થઈ ગયો છે.


કેન્દ્ર સરકારની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ના એક મહત્વના સભ્ય તરીકે ડોકટર રણદીપ સેવા આપી રહ્યા છે અને તેમના અભ્યાસ ને મેડિકલ જગતની સાથોસાથ કેન્દ્ર સરકાર પણ ભારે ગંભીરતાથી લેતી હોય છે.


ડોકટર રણદીપ એ કહ્યું છે કે ૨૦૨૧ ના અતં સુધી કોરોનાવાયરસ રહેશે અને ત્યાં સુધીમાં તેની તીવ્રતામાં ઘટાડો થઈ જવાની અપેક્ષા રાખી શકાય છે. વાયરસ ની તીવ્રતા ઓછી શા માટે થતી નથી તેવા સવાલના જવાબમાં ડોકટરે કહ્યું હતું કે આપણા દેશમાં વસ્તી સૌથી વધુ છે અને તે પણ સૌથી મોટું કારણ છે બીજી મહત્વની બાબત એ પણ છે કે ગ્રામ્ય ભારતમાં મહામારી ફેલાઈ ચૂકી છે અને દિલ્હી સહિતનાં કેટલાક ભાગોમાં તેનો બીજો પ્રવાહ ચાલી રહ્યો હોય તેવું લાગે છે.


જોકે એમણે એમ પણ કહ્યું છે કે આ મહામારી એકદમ નબળી પડતા પહેલા થોડાક માસ સુધી કેસમાં વધારો થશે પરંતુ એ પિરિયડ હજુ આવવાનો બાકી છે . ૨૦૨૧ સુધી તેનો ઈન્તજાર કરવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here