કંગના મુંબઈ આવે એ પહેલાં જ BMCએ ખેલ પાડ્યો, મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફિસ પર દરોડા પાડ્યાં

0
412

કંગના રનૌત માટે મુશ્કેલીઓ વધી રહી છે. કંગનાએ શિવસેનાના નેતા સંજય રાઉત સામે આકરા નિવેદનો આપ્યા હતા. કંગનાએ એમ પણ કહ્યું હતું કે તે 9 સપ્ટેમ્બરના રોજ મુંબઇ આવી રહી છે, જોકે તે જ સમયે તેણે એમ પણ કહ્યું હતું કે તેને મુંબઈ પોલીસ પર વિશ્વાસ નથી. ત્યારબાદ કેન્દ્ર સરકારે અભિનેત્રીને Y સિક્યુરિટી આપી હતી. પરંતુ હવે કંગના મુંબઇ પહોંચે તે પહેલાં BMC તેની ઓફિસ પર પહોંચી ગઈ છે.

કંગનાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. કંગનાની મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફિસ પર દરોડા પડ્યા છે. તેણે કહ્યું કે આ લોકો મારી પ્રોપર્ટી ધ્વસ્ત પણ કરી શકે છે. કંગનાએ પોતાના એક ટ્વીટમાં વીડિયો શેર કરીને આ ઓફિસ બતાવી છે અને કહ્યું છે કે, 15 વર્ષની મહેનત બાદ મે આ ઓફિસ બનાવી હતી અને સપનું પુરુ થયું હતું. પરંતુ હવે લાગે છે કે તેને પણ બીએમસી પાડી નાંખશે.

કંગનાએ આગળના ટ્વિટમાં લખ્યું – તેણે બધું જબરદસ્તીથી માપીને મારી ઓફિસ પર કબજો કરી લીધો છે. જ્યારે તેમણે મારા પડોશીઓને પ્રશ્નો પૂછ્યા ત્યારે તેને પણ હેરાન કર્યા. અધિકારીઓએ આવું કહ્યું કે એ જે મેડમ છે તેની કરતુતના પરિણામો બધાએ ભોગવવા પડશે. મને માહિતી મળી કે કાલે તેઓ મારી સંપત્તિ તોડી પાડવાના છે.

કંગનાએ આગળ લખ્યું- મારી પાસે બીએમસીના તમામ દસ્તાવેજો અને પરવાનગી છે. મારી મિલકતમાં કંઈપણ ગેરકાયદેસર બન્યું નથી. બીએમસીએ ગેરકાયદે બાંધકામોને નોટિસ સાથે બતાવવા માટે સ્ટ્રક્ચર પ્લાન પણ મોકલવો જોઈએ, આજે તેઓએ મારી ઓફિસ પર દરોડા પાડ્યા છે અને આવતી કાલે તેઓ કોઈ પણ સૂચના લીધા વિના આખી જગ્યા તોડી નાખશે. ફેન્સ પણ કંગનાના આ ટ્વિટના ઘણા જવાબ આપી રહ્યા છે. ઘણા ફેન્સએ BMCની કાર્યવાહીને ખોટી ગણાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here