કોરોના કાળમાં પ્રાઈવેટ સ્કૂલની ફી ન પોષાતા આ વર્ષે સરકારી સ્કૂલોમાં 50 ટકા એડમિશન વધ્યા

0
107
  • જાણીતી પ્રાઈવેટ સ્કૂલોમાં જુનિયર, સિનિયર કેજી, પહેલા ધોરણમાં 5થી 10 ટકા સુધી એડમિનશ ઘટી ગયા
  • આખું વર્ષ જો બાળકોને ઓનલાઈન જ ભણાવવાના હોય તો શા માટે ખાનગી સ્કૂલોની મોંઘી ફી ચૂકવીએ: વાલીઓ

કોરોનાના કારણે વાલીઓ તેમના બાળકોને ખાનગીને બદલે સરકારી સ્કૂલો પ્રવેશ અપાવી રહ્યાં છે. આ વર્ષે પહેલાં ધોરણમાં જૂન મહિનામાં 14,434 વિદ્યાર્થીઓએ એટલે કે 50 ટકા વધુએ પ્રવેશ મેળવ્યો છે, જ્યારે ગત વર્ષે 9,542 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા હતા. એટલે કે, ગત વર્ષ કરતા 4,892 વધુએ આ વર્ષે પ્રવેશ મેળવ્યો છે,તો પ્રાઈવેટ સ્કૂલોમાં 10 ટકા સુધીના એડમિશન ઘટ્યા છે.

આ અંગે એએમસી સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લગધીર દેસાઈએ કહ્યું કે, ‘ચાર મહિનામાં આ એડમિશન થયા છે. છેલ્લા 5 વર્ષમાં આટલી મોટી સંખ્યા નથી વધી જે આ વર્ષે વધી છે. આ ઉપરાંત સ્કૂલ બોર્ડની તાસીર પણ દિવસને દિવસે બદલાઈ રહી છે.’

પ્રાઈવેટ સ્કૂલોની વાત કરવામાં આવે તો આ સ્કૂલોમાં ગત વર્ષ કરતા એડમિશન ઘટ્યા છે, જેમાં 5થી 10 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે એએમસી સ્કૂલોમાં જૂનિયન, સિનિયર કેજી તેમજ ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 19,577 છે. ગત વર્ષ 2019માં એએમસી સ્કૂલની આ સંખ્યા 16,500 હતી. ઉદગમ સ્કૂલના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, ઉદગમમાં આ વર્ષે બે ટકા એડમિશન ઓછા થયા છે. ઝેબર સ્કૂલમાં 5 ટકા એડમિશન ઓછા થયા છે. આ વખતે ઈન્કવાયરી ઓછી આવી હતી.

યુનિફોર્મ, શિષ્યવૃતિ સહિત લાભ મળે છે
ધોરણ 1માં પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓને યુનિફોર્મ, વિદ્યાદીપ યોજના અંતર્ગત 50 હજારનું વિમા કવચ, શિષ્યવૃતિ, બીપીએલ કાર્ડધારક વિદ્યાર્થીનિઓને 2 હજારના વિદ્યાલક્ષ્મી બોન્ડ ઉપરાંત સ્કૂલબેગ, વોટરબેગ, સ્ટેશનરી કીટ વગેરે આપવામાં આવે છે. જે જોતા પેરેન્ટ્સ પણ એડમિશન અપાવી રહ્યા છે.

‘અભ્યાસના કલાકો મુજબ ફી લેવી જોઈએ’
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું કે, કોરોનામાં પ્રાઈવેટ સ્કૂલોએ પ્રોફિટ કરવાની ક્યાં જરૂર છે. રેગ્યુલર સ્કૂલો ચાલું હોય ત્યારે આઠ કલાક ભણવાની ફી લેવામાં આવે છે તે જ ફી અત્યારે 3 કે 4 કલાક ઘરે બેઠા ઓનલાઈન ભણવાની લેવામાં આવી રહી છે. પ્રાઈવેટ સ્કૂલોએ ફીના લેવી અથવા તો કામ પ્રમાણે ઓછી લેવી જોઈએ.

‘ઓનલાઈન તો સરકારી સ્કૂલ ભણાવે છે’
એડમિશન લેવા આવી રહ્યા કેટલાક પેરેન્ટ્સ એવું પણ કહી રહ્યા છે કે, આખું વર્ષ ઓનલાઈન જ ભણવાનું હોવાથી પ્રાઈવેટ સ્કૂલોમાં ફી શા માટે આપીએ. પ્રાઈવેટ સ્કૂલો ફી ઘટાડતી નથી. એજ્યુકેશન તો મોબાઈલ પર જ અપાઈ રહ્યું છે. જે સરકારી સ્કૂલોમાં પણ મળવાનું જ છે.

એકાદ ટકા જેટલો ફર્ક પડ્યો છે
એચબી કાપડિયા ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી મુક્તક કાપડિયાએ જણાવ્યું કે, આ વર્ષે કોરોનાના કારણે એકાદ ટકા ઓછા એડમિશન થયા છે, તેનું કારણ સેફ્ટી પણ છે. સરકારી સ્કૂલોમાં એડમિશન વધ્યા તો એ સારી વાત છે. છેવટે પેરેન્ટ્સ સારું એજ્યુકેશન જ ઈચ્છતા હોય છે.

10 ટકા સુધી એડમિશન ઘટ્યા
નિર્માણ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી આશિષ દેસાઈએ જણાવ્યું હતું કે, એપ્રિલ અને મે મહિનામાં એડમિશન થયા હોય છે પરંતુ આ વખતે કોરોનાના કારણે આ સમયમાં લોકડાઉન હતું. જેથી એડમિશન 10 ટકા જેટલા જ ઘટ્યા છે.

દર વર્ષે સંખ્યા ઘટતી જતી હતી, પાંચ વર્ષમાં ગત વર્ષે સૌથી ઓછા 9,542 એડમિશન

વર્ષવિદ્યાર્થીઓ
2020-2114,434
2019-209,542
2018-1910,030
2017-1810,980
2016-1710,105

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here