103 મી સુદામા ની ઝોળી: ઓક્ટોબર મહિના નો પહેલો રવિવાર એટલે રોટરી ક્લબ ગોંડલ ની સુદામા ની ઝોળી નો દિવસ.

0
87

હાલ ચાલતો પવિત્ર પુરુષોત્તમ માસ જેમાં દરેક જીવ પુણ્યકર્મો નુ ભાથું બાંધવા સતત પ્રયત્નશીલ હોઈ, પરંતુ રોટરી ક્લબ ઓફ ગોંડલ માટે આ રોજીંદી પ્રક્રિય છે. સમાજ પ્રત્યે પોતાની જવાબદારી માટે સતત જાગૃત રહેવું એ આ સંસ્થા નો મૂળ મંત્ર છે જેમાંનું મુખ્ય કર્મ એટલે ક્લબ નો કાયમી પ્રોજેક્ટ સુદામા ની ઝોળી.


આજ ની આ ઝોળી પોતાના ખુબજ સરળ સ્વભાવ અને બુદ્ધિમતા ના આધારે સમસ્ત પુરવઠા તંત્ર મા કાકા ના હુલામણા નામે જાણીતા એવા સ્વ.અરવિંદભાઈ ખીમાણી ને તેમના પુત્ર ચિરાગભાઈ અને પરિવાર તરફથી પ્રથમ માસિક શ્રદ્ધાંજલિ સ્વરૂપે સમર્પિત હતી.


માનવતા ની સેવા ના આ પ્રોજેકટ સુદામા ની જોળી હેઠળ સેવા ની સરવાણી સ્વરૂપે 165 પરિવાર ને માસિક ખાદ્ય સામગ્રી નું વિતરણ થાઈ છે જેમાં ઘઉં નો લોટ, ખીચડી, બટેટા તથા ડુંગળી સહિત લગભગ 10કિલો ખાદ્ય સામગ્રી સમાવિષ્ટ હોઈ છે. દર મહિને બટેટા ની સેવા જીજ્ઞેશભાઈ બગડાઈ ( જલારામ આલુ ભંડાર) તરફથી આપવામાં આવે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here