કોરોનાની સ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં ઓક્સિજન સાથેના 14860 બેડ્સ અને વધારાના અન્ય 2559 વેન્ટિલેટર્સ ઉપલબ્ધ

0
77

કોરોનાની પરિસ્થિતિ અંગે રાજ્યની સિવિલ હોસ્પિટલોની મુલાકાત બાદ આરોગ્ય સચિવ જયંતી રવિએ ગુજરાત હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ ઉપલબ્ધ છે. અમદાવાદ સિવિલમાં 211, સુરત સિવિલમાં 230, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 100 ICU બેડ ઉપલબ્ધ છે. કોરોનાની સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગ અને હોસ્પિટલો સજ્જ છે. રાજ્યમાં ઓક્સિજન સાથેના 14860 બેડ્સ અને વધારાના અન્ય 2559 વેન્ટિલેટર્સ પણ ઉપલબ્ધ છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની તમામ સિવિલ અને સરકારી હોસ્પિટલોમાં ICU બેડ, આઇસોલેશન બેડ અને વેન્ટિલેટર્સની સંખ્યા પણ પુરતી સુવિધા છે. તેમજ નિષ્ણાંત તબીબો, નર્સો સહિતના સ્ટાફ ફરજ પર હાજર છે. દર્દીઓને પણ તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલોમાં કોરોના માટેના જરૂરી વેન્ટિલેટર્સ, ઇન્જેક્શન અને ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here