મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનું પ્રતિનિધિમંડળ વર્લ્ડ એક્સ્પો માટે 2021માં દુબઇ જશે

0
104
  • એક્સ્પોની શઆત 20મી ઓક્ટોબરે શરૂ થવાની હતી અને 10મી એપ્રિલ 2021 સુધી ચાલવાનો હતો પરંતુ હવે 1લી ઓક્ટોબર 2021માં શ થશે અને 31મી માર્ચ 2022 સુધી ચાલશે

 દુબઇમાં યોજાઇ રહેલા વર્લ્ડ એક્સ્પો- 2021માં ભાગ લેવા માટે ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ એક્સ્પોમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, અન્ય કેબિનેટ મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્યના ઉદ્યોગજૂથના પ્રતિનિધિઓ હિસ્સો લેવાના છે. જો કે આ એક્સ્પો એક વર્ષના વિલંબથી યોજાઇ રહ્યો હોવાથી બજેટમાં ફાળવેલી રકમ આગામી વર્ષમાં લઇ જવામાં આવશે.


રાજ્યના ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ ડેસ એક્સપોઝિશન્સ કે જે આંતરરાષ્ટ્રીય સંગઠન છે અને 1931થી તે એક્સ્પોનું આયોજન કરે છે. 2021માં જે એક્સ્પો થવાનો છે તે 173 દિવસ સુધી ચાલશે. મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયાના દેશોમાં યોજનારા તેના 169 વર્ષના ઇતિહાસનો પ્રથમ એક્સ્પો છે. આ એક્સ્પોમાં 192 દેશોના 25 મિલિયન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.


દુબઇમાં વર્લ્ડ એક્સપોની શરૂઆત 20 ઓક્ટોબર 2020થી થવાની હતી અને તે 10મી એપ્રિલ 2021 સુધી ચાલવાનો હતો પરંતુ વિશ્વના દેશોમાં કોરોના સંક્રમણના કારણે એક્સપો એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. હવે આ એક્સપો 1લી ઓક્ટોબર 2021 થી 31મી માર્ચ 2022 સુધી ચાલશે.


દુબઇના એક્ઝિબિશન સેન્ટરમાં 438 એકર જમીનમાં આ એક્સપો થવાનો છે જેમાં વિશ્વના દેશો સાથે ભારતના રાજ્યો પણ સામેલ થવાના છે. ગયા વર્ષે આ એક્સપો બેજીંગમાં યોજાયો હતો ત્યારે ભારતના રાજ્યોએ તેમાં ભાગ લીધો હતો. આ વખતે દુબઇ યજમાન બન્યું છે. ગુજરાત સરકારે આ એક્સ્પોમાં ભાગ લેવા માટે 2020-21ના બજેટમાં 10 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી પરંતુ હવે 2021-22ના સામાન્ય અંદાજપત્રમાં આ ફાળવણી કેરી ફોરર્વડ કરાશે, કારણ કે આ વર્ષે એક્સ્પો થવાનો નથી.


વિભાગના અધિકારીએ કહ્યું હતું કે મુખ્યમંત્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ આ એક્સ્પોની મુલાકાતે જવાનું છે ત્યારે રાજ્યના ઉદ્યોગ વિભાગે એક્સ્પોમાં ભાગ લેવા માટે 10 કરોડ રૂપિયા કે જેમાં જગ્યાના ભાડા પેટે પાંચ કરોડ અને અન્ય સેવાઓ માટે પાંચ કરોડ રૂપિયા મંજૂર કયર્િ છે.


અધિકારીએ જણાવ્યું હતું કે વર્લ્ડ એક્સ્પો 2021માં હિસ્સો લેવાનો હેતુ ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ, રાજ્યએ મેળવેલી સિદ્ધિઓ, રાજ્યમાં મૂડીરોકાણની તકો તેમજ આર્થિક રીતે ગુજરાતની ગતિવિધિઓની વિશ્વના દેશોને માહિતી આપવાનો છે. રાજ્યનું પ્રતિનિધિમંડળ એક્સ્પોમાં ભાગ લઇને વિશ્વના ઉદ્યોગજૂથોને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આકર્ષવાના પ્રયાસ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here