રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7264 પર પહોંચી, 900 સારવાર હેઠળ

0
306
  • રવિવારે રાજકોટમાં 101 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7264 પર પહોંચી છે. જેમાંથી રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 900 દર્દી સારવાર હેઠળ છે. રવિવારે રાજકોટમાં 101 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપાવમાં આવ્યો છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 હજાર નજીક પહોંચી
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટ જિલ્લામાં જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને નજીક પહોંચી ગઈ છે. રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 7200ને પાર પહોંચી ગઈ છે. રાજકોટ શહેરમાં 260000થી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી 2.65 ટકા પોઝિટિવ રેટ નોંધાયો છે.

રાજ્યસભા MP ભારદ્વાજની તબિયતમાં સુધારો
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. ચેન્નઈની MGM હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સંપૂર્ણ ભાનમાં આવ્યા બાદ ચેન્નઈના નિષ્ણાત તબીબ ડો.બાલકૃષ્ણન વધુ સારવાર કરશે. ફેફસાંમાં ગઠ્ઠા જામી જવાથી પુરતો ઓક્સિજન મળવામાં મુશ્કેલી થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here