News Updates
RAJKOT

ARC પ્રોજેકટ માટે દેશના એકમાત્ર રાજકોટની પસંદગી:મનપા અને US એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટ દ્વારા આગામી 4-5 ઓગષ્ટે ખાસ વર્કશોપ યોજાશે

Spread the love

બદલી રહેલા પર્યાવરણ અને આબોહવા સંબંધી વિવિધ સમસ્યાઓના ઉકેલ લાવવા માટે એક ઇન્ટરનેશનલ ઈનિશિએટિવ એશિયા રેઝિલિયન્ટ સિટીઝ (ARC) પ્રોજેક્ટમાં યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) દ્વારા એશિયાના ચાર શહેરોનો સમાવેશ થયો છે. જે પૈકી ભારતના એકમાત્ર રાજકોટ શહેરને પાર્ટનર સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટ અંતર્ગત આગામી તા. 4 અને 5 ઓગષ્ટે રાજકોટનાં રીજન્સી લગુન રિસોર્ટ ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન System Thinking Approachના માધ્યમથી આવનારા પાંચ વર્ષ માટેનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ-એક્ષપર્ટ જોડાશે
આ અંગે મેયર ડો.પ્રદીપ ડવનાં જણાવ્યું હતું કે, આ વર્કશોપમાં રાજકોટ મહાનગરપાલિકા, પ્રાઇવેટ સેક્ટર, સામાજિક સંસ્થા, વિવિધ સરકારી સંસ્થાઓ, આરોગ્ય એક્ષપર્ટ વગેરે જોડાશે. આ વર્કશોપ 4 ઓગષ્ટે સવારે 10:00થી સાંજના 05:00 કલાક સુધી અને તા. 5 ઓગષ્ટનાં રોજ સવારે 10:00થી બપોરના 02:00 કલાક સુધી ચાલશે. વર્કશોપમાં ડૉ. સંજય કપૂર (JSI સંશોધન અને તાલીમ સંસ્થાના પ્રતિનિધિ), Mrs. Amanda Pomeroy (ARC Project Director), Mrs. Uma and Mr. Satish Menon (USAID, India) ગાઇડન્સ આપશે. સાથોસાથ મેયર પોતે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુ. કમિશનર આનંદ પટેલ પણ જોડાશે.

પ્રોજેક્ટ દ્વારા પર્યાવરણ બદલાવનો પડકાર
આ પ્રોજેક્ટમાં બાંગ્લાદેશનું ખુલના શહેર, કિર્ગિસ્તાનનું બીશકેક શહેર પસંદગી પામ્યું છે અને ઇન્ડોનેશિયાના શહેરની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે. આ પ્રોજેક્ટ માટે આગામી પાંચ વર્ષના સમયગાળા માટેના એક કરાર પર રાજકોટ મહાનગરપાલિકા અને USAID દ્વારા હસ્તાક્ષર પણ કરવામાં આવેલ છે જે ગૌરવની વાત છે. USAID દ્વારા નિષ્ણાંતો સહિતનું માનવ સંસાધન ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા ખાસ પર્યાવરણ બદલાવના પડકારનો પ્રતિકાર કરવાની ક્ષમતામાં વૃદ્ધિ, વાતાવરણમાં થતા કાર્બન ઉત્સર્જનમાં ક્રમશ: ઘટાડો કરવા અને આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય વિચારણાઓને શહેરી અભિગમમાં એકીકૃત કરવાની બાબતોને પણ પ્રોત્સાહન મળી રહેશે.

વાતાવરણને ટકાવી રાખતી વિવિધ પ્રવૃત્તિઓ કરાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે અને તે રાજ્યના મુખ્ય વ્યાપારી-ઔદ્યોગિક કેન્દ્રોમાંનું એક છે. રાજકોટ ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે અને તેની વસતિ લગભગ 2 મિલિયન (20 લાખ) જેટલી છે. રાજકોટ ભારતના સ્માર્ટ સિટી મિશનનો એક ભાગ છે અને તેને સ્વચ્છ ભારત મિશન હેઠળ ભારતનું 7મું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવી ચૂક્યું છે. રાજકોટમાં ઉનાળામાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું હોવા સાથે શહેરમાં ગરમીના મોજા (હીટ વેવ) અને તેની તીવ્રતામાં ક્રમશ: વધારો થયો છે. ARC (એશિયા રેઝિલિયન્ટ સિટીઝ) રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, અન્ય સરકારી વિભાગો, શિક્ષણવિદોઅને રહેવાસીઓ વગેરે સાથે ગાઢ ભાગીદારીમાં સાથે મળીને, આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરી રહેવા યોગ્ય વાતાવરણને ટકાવી રાખતી વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા તૈયાર કરાશે.

ARC શહેરમાં વિવિધ પ્રકારના કામ કરશે
રાજકોટ શહેર સાથેની તેની ભાગીદારી દરમિયાન, ARC (એશિયા રેઝિલિયન્ટ સિટીઝ) વિવિધ પ્રકારના કામ કરશે અને ટકાઉ શહેરી વિકાસ માટે સિસ્ટમ અભિગમને ટેકો આપવા માટેના સાધનો અને લોકોને તેમાં સામેલ કરવાનું આયોજન છે. રહેવા યોગ્ય આબોહવા તેમજ પર્યાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આવશ્યક પરિવર્તન લાવવા માટેનો ARC (એશિયા રેઝિલિયન્ટ સિટીઝ)નો સૌથી મોટો સ્ત્રોત રાજકોટ શહેરના લોકો છે. તો ARC શહેરી કાર્યસૂચિને આગળ ધપાવવા, અર્થતંત્રમાં પરિવર્તન લાવવા અને તેમના સમુદાયોને જેની જરૂર છે. તેની હિમાયત કરવા માટે સહયોગ કરીને આ માટેની વાતચીતમાં રહેવાસીઓનો સમાવેશ કરીને આગળ વધશે.

પ્રોજેક્ટ શહેરમાં માનવ સંસાધન ક્ષમતાનું નિર્માણ કરશે
ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ શહેરમાં માનવ સંસાધન ક્ષમતાનું નિર્માણ પણ કરશે અને બિઝનેસ સમુદાય, અન્ય દાતા પ્રોજેક્ટ્સ અને નાગરિક સમાજને સક્રિય પણે જોડશે. પ્રોજેક્ટ ભાગીદારો BRAC, DevTech Systems, Inc. અને ICF સાથે USAID દ્વારા અમેરિકન લોકોના ઉદાર સમર્થનથી શક્ય બન્યો છે. USAID વિશ્વભરના 80થી વધુ દેશોમાં આર્થિક અને માનવતાવાદી સહાય પૂરી પાડીને US વિદેશી સહાયતા કાર્યક્રમનું સંચાલન કરે છે.


Spread the love

Related posts

જાહેરમાં ગંદકી કરવા બદલ આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ તેમજ હરિ યોગી લાઇફ પફ શોપ નામની વધુ બે દુકાનો સીલ

Team News Updates

RAJKOT ના RAIYA ગામ માં રામ બિરાજ્યા/ મેઘરાજા એ હેત વરસાવ્યા ને હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન થયા.

Team News Updates

મનપાનું બુલડોઝર ફરી વળ્યું:કણકોટ રોડ પર 12 ગેરકાયદે મકાનો સહિતનાં દબાણો દૂર કરી રૂ. 84.80 કરોડની 5326 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ

Team News Updates