ગોંડલની 21 વર્ષ જૂની શક્તિ ગરબી મંડળ નું આયોજન બંધ રખાયું

0
59

ગોંડલ કોરોના ની મહામારી વચ્ચે નવરાત્રી ન યોજવા સરકારે નિર્ણય લીધો છે ત્યારે નવરાત્રી આયોજકો પણ સ્વયં જાગૃત થયા છે અને નવરાત્રી ન યોજવા નિર્ણય લઇ રહ્યા છે ત્યારે શ્રી શક્તિ ગરબી મંડળ ગ્રીન પાર્ક ગોંડલની પ્રાચીન ગરબી પણ આ વર્ષે ન યોજવા નિર્ણય લેવાયો છે. શ્રી શક્તિ ગરબી મંડળ ગોંડલ દ્વારા સતત ૨૧ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પરંપરાગત રીતે યોજાતી પ્રાચીન ગરબીનું આયોજન મુલતવી રાખી માત્ર માતાજીની સ્થાપના અને પૂજા અર્ચના,આરતી કરવાનો નિર્ણય લીધો છે તેમજ આ કોરોનાની મહામારીમાં જે લોકોના સ્વજનો મૃત્યુ પામ્યા છે તેઓની પવિત્ર આત્માને શાંતિ મળે અને આ કાળ રૂપી કોરોના જલ્દીથી શહેરમાંથી રાજ્યમાંથી દેશમાંથી દૂર થાય અને આવતા વર્ષે ભવ્યથી ભવ્ય આયોજન થાય એવી માતાજીને શ્રી શક્તિ ગરબી મંડળના તમામ સભ્યો દ્વારા માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here