હિંદુ યુવતીને મુસ્લિમ વહુ બતાવવા પર કંગના ગુસ્સામાં, કહ્યું- સચેત ના રહ્યા તો આ ક્રિએટિવ ટેરરિસ્ટ આપણાં મગજમાં શું ભરવાનો પ્રયાસ કરી રહ્યા છે?

0
183

કંગના રનૌતે જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક જાહેરાતમાં હિંદુ યુવતી મુસ્લિમ પરિવારમાં લગ્ન કરે છે, આ જાહેરાત પર ભરપૂર આક્રોશ વ્યક્ત કર્યો છે. એક્ટ્રેસે ટ્વિટર પર ટ્વીટ કરી હતી, ‘આ જાહેરાતનું સ્તર અનેક રીતે ખોટું છે. હિંદુ વહુ પરિવારની સાથે લાંબા સમયથી રહે છે, પરંતુ તે જ્યારે પ્રેગ્નન્ટ થાય છે, ત્યારે તેનો સ્વીકાર કરવામાં આવે છે. તો આ શું માત્ર ઓવરીનો એક સેટ છે? આ જાહેરાત માત્ર લવ-જેહાદને જ નહીં પરંતુ સેક્સિઝ્મને પ્રોત્સાહન આપે છે.

એડ મેકર્સને ક્રિએટિવ ટેરરિસ્ટ કહ્યા
કંગનાએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું, ‘હિંદુઓએ આ વાતથી પૂરી રીતે સચેત રહેવાની જરૂર છે કે આ ક્રિએટિવ ટેરરિસ્ટ આપણાં મગજમાં શું ભરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે આની તપાસ કરવી જોઈએ. ચર્ચા તથા મૂલ્યાંકન કરવું જોઈએ કે જે વિચારો આપણાં મગજમાં ભરવામાં આવે છે, તેની આપણાં પર શું અસર થઈ રહી છે? આપણી સભ્યતાને બચાવવાનો આ એક માત્ર ઉપાય છે.’

કંગનાએ કહ્યું, શરમ કરો
આ પહેલા કંગનાએ એક ટ્વીટ કરી હતી. તેણે કહ્યું હતું, ‘કૉન્સેપ્ટમાં એટલો વાંધો નથી, જેટલો તેના એક્ઝીક્યૂશનમાં હતો. એક ડરેલી હિંદુ યુવતી કાંપતા અવાજમાં પોતાની સાસુમાને પૂછે કે આ વિધિ તો તમારા ત્યાં થતી નથી ને? તો શું તે મહિલા ઘરનો હિસ્સો નથી? તે તેમની દયા પર કેમ છે? તમારા જ ઘરમાં તે આટલી ડરેલી કેમ છે? શરમ કરો..

તનિષ્કે જાહેરાત હટાવી દીધી
જાહેરાતમાં એક હિંદુ યુવતીને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતી દર્શાવાઈ છે. એ પછી ટ્વિટર પર તનિષ્કને ટ્રોલ કરવાનું ચાલુ થયું હતું. ટ્વિટર પર #BoycottTanishqની સાથે જ્વેલરી બ્રાન્ડનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિવાદ વધ્યા પછી તનિષ્કે જાહેરાતનો વીડિયો યુટ્યૂબ ચેનલ પરથી હટાવી દીધો છે.

શું હતું તનિષ્કની જાહેરાતમાં?
તનિષ્કે આ પ્રમોશનલ એડમાં એક હિંદુ યુવતીને મુસ્લિમ પરિવારની વહુ તરીકે દર્શાવી છે. હિંદુ યુવતીના મુસ્લિમ ઘરમાં લગ્ન થયા છે અને તેમાં ‘ખોળો ભરવો’ એટલે કે બેબી શાવરના ફંક્શનને દર્શાવાયું છે, એમાં હિંદુ કલ્ચરને ધ્યાનમાં રાખીને મુસ્લિમ પરિવાર તમામ રીતરિવાજ હિંદુ ધર્મના હિસાબે રાખે છે. જાહેરાતના અંતમાં તે પ્રેગ્નન્ટ મહિલા પોતાની સાસુને પૂછે છે, ‘મા, આ વિધિ તો આપણા ઘરમાં થતી પણ નથી ને?’ તો આના પર તેની સાસુ જવાબ આપે છે, ‘પણ દીકરીને ખુશ રાખવાની વિધિ તો દરેક ઘરમાં થાય છે ને?’ વીડિયોમાં હિંદુ-મુસ્લિમ પરિવારને એક દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here