સુરતમાં પરણિતાને કેફી પીણું પીવડાવી શારીરિક સંબંધ બાંધ્યાના ફોટો વાઈરલ કરવાના નામે યુવકે 10 લાખ પડાવ્યા

0
123
  • કુંવારા યુવકે મહિલાને ફસાવીને તેના મિત્રના ઘરે લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી પરણિત મહિલા સાથે કુંવારા યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવકે પરણિત મહિલાને પોતાની જાળમાં ફસાવ્યા બાદ અલગ અલગ કામ માટે હાથ ઉછીના રૂપિયા માંગી તેમજ સોનાની ચેન વાપરવાના બહાને લઈ ગયો હતો. ઈકો સ્પોટ ગાડી ખરીદવાની છે તેમ કહી 10.50લાખ લઈ મહિલાને તેના મિત્રના ઘરે લઈ જઈ થમ્સઅપમાં કેફી પીણું પીવડાવી બેહોશ કરી દીધી હતી. બાદમાં શારીરિક સંબંધ બાંધી તેના ફોટો મોબાઈલમાં પાડી વાઈરલ કરવાની ધમકી આપી રૂપિયા માંગતો અને અવારનવાર ડીંડોલી ખાતે આવેલી અલગ અલગ જગ્યાએ લઈ દુષ્કર્મ ગુજારતો હતો.

દોઢ વર્ષ અગાઉ મહિલાને ફસાવી
નાનપુરા અઠવાગેટ ખાતે આવેલી ટી એન્ડ ટીવી સ્કૂલની બાજુમાં રહેતો તેજસ દિપક પાટીલ મૂળ અપુલખેડા નંદુરબારનો વતની છે. તેમે દોઢેક વર્ષ અગાઉ કતારગામમાં રહેતી પરણિત મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી. મહિલા સાથે વાત ચીત અને મુલાકાતોમાં તે રૂપિયા મહિલા પાસેથી માંગતો હતો. બાદમાં બન્ને વચ્ચે મૈત્રી વધુ થતાં જાન્યુઆરી 2020થી 25-6-2020 દરમિયાન મહિલાને ડીંડોલીમાં તેના મિત્રના ઘરે લઈ જઈ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ ગુજારી ફોટો પાડી લીધા હતાં.

ફોટો વાઈરલ કરવાની ધમકી આપતો હતો
તેજસ દીપક પાટીલ મહિલા સાથેની અંગતપળોના ફોટો બતાવી તેના પતિને બતાવવાની સાથે સાથે સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપીને 10.50લાખ રૂપિયા પડાવ્યાં હતાં. તેમજ અવારનવાર ડિંડોલીમાં અલગ અલગ જગ્યાએ પરણિત મહિલાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજારતો અને જો કોઈને કહેશે તો ફોટો વાઈરલ કરવાની ધમકી આપતો હતો. આખરે પરણિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. જેની વધુ તપાસ ડિંડોલી પોલીસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here