જેમાં શાળા આચાર્ય,શિક્ષકગણ ગામમાંથી ઉપસ્થિત એસએમસી અધ્યક્ષ શિક્ષકવિદ સુરેશભાઈ પરમાર SMC સદસ્યો પંચાયત સદસ્યો,ગામના વડીલો અને વિદ્યાર્થીઓ હાજર રહી ધ્વજવંદન કરવામાં આવ્યું.શાળા તરફથી બાળકોએ અલગ અલગ વિષયો પર જેમ કે સ્વચ્છતા,પાણી, દેશના શહીદવીરો વિશે સંબોધન આપ્યું ગામમાંથી શિક્ષકવિદ સુરેશભાઈ પરમારે ગામમાં બાળકોના અભ્યાસ માટે તથા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં દેશને આગળ વધારવા તથા પીવાના પાણીની વિશે તેમજ લોકોના સરકાર દ્વારા મંજૂર કરાયેલા કામો તથા બાળકોના અભ્યાસ વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું.
નવા આચાર્ય સુશીલાબેન તથા સ્ટાફને પણ સારી કામગીરી વિશે અભ્યર્થના આપી શાળા આચાર્ય સુશીલાબેને પણ ગામનો અને શાળા પરિવારનો સાથ અને સહકાર મળી રહે.બાળકોને અભ્યાસ બાળક વાલી અને શિક્ષક ત્રણની એક વિચારથી આગળ વધવાનું જણાવ્યું. ગામના જાગૃત નાગરિક આરતસિંહે પણ સ્કૂલનું સારા અભ્યાસ વિશે ખુશી બતાવી અને સત્ય માટે એકલા હાથે લડવું કહી બાળકોને ચોકલેટ વિતરણ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો.
અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)