News Updates
AHMEDABAD

PM મોદી સાયન્સ સિટીમાં રોબોટ્સ સાથે થયા રૂબરૂ

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. અહીં પીએમએ રોબોટિક ટેક્નોલોજી વિશે માહિતી લીધી. આ દરમિયાન વડાપ્રધાનની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. રોબોટના ભાવિ ઉપયોગ વિશે પણ pm એ અવલોકન કર્યું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે, અહીં પીએમ મોદીએ અમદાવાદના સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાયન્સ સિટીની તેમની મુલાકાતની શરૂઆત રોબોટિક્સ ગેલેરીથી કરી હતી, જ્યાં રોબોટિક્સની અપાર શક્યતાઓ ઉજ્જવળ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે.

પીએમએ પ્રદર્શનમાં રાખવામાં આવેલા રોબોટ્સ અંગે વિવિધ માહિતી જાણી અને અન્ય અધિકારીઓ સાથે તેમના વિશે વાત કરી. આ દરમિયાન વડાપ્રધાનની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા.

જો આપણે સાયન્સ સિટી વિશે વાત કરીએ તો તે 20 એકરમાં ફેલાયેલો પાર્ક છે, જેમાં નેચર પાર્ક, સાયન્સ સિટી, મિસ્ટ બામ્બૂ ટનલ, ઓક્સિજન પાર્ક, બટરફ્લાય ગાર્ડન અને કલર ગાર્ડન છે. પીએ મોદીએ આ તમામ સ્થળોની મુલાકાત લીધી હતી.

અહીં રોબોટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચા અને સેન્ડવિચ પીરસ્યું, આ જોઈને પીએમ મોદી ઘણા ખુશ થયા.

અહીં પીએમ મોદીએ રોબોટિક ટેક્નોલોજી અને તેના વિકાસ વિશે માહિતી લીધી, પીએમે અહીં રોબોટના ભાવિ ઉપયોગ વિશે પણ અવલોકન કર્યું.

સાયન્સ સિટી એ ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી પહેલ છે, જેનો ઉદ્દેશ્ય લોકો અને બાળકોને મનોરંજન અને અનુભવલક્ષી જ્ઞાન દ્વારા વિજ્ઞાન વિશેની માહિતી આપવાનો છે.


Spread the love

Related posts

અમદાવાદના બજેટમાં 1461 કરોડનો વધારો:20 કરોડના ખર્ચે કમળની થીમ પર લોટસ ગાર્ડન બનશે, ધાર્મિક સંસ્થાઓમાં પ્રાથમિક સુવિધા માટે 25 કરોડ ફાળવ્યા

Team News Updates

ગુજરાતના રેલવે સ્ટેશનો અત્યાધુનિક બનશે:અમદાવાદ ડિવિઝનના 9, રાજકોટ ડિવિઝનના 12 તો વડોદરા ડિવિઝનના 8 રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ થશે

Team News Updates

665 નવી જીવન રક્ષક દવાઓ ઉમેરી રાજ્ય સરકારે ;ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહેશે  12થી વધુ રોગની,717થી વધીને 1382 થઈ એસેન્સિયલ ડ્રગ લીસ્ટની દવાઓ

Team News Updates