News Updates
EXCLUSIVEGUJARAT

NARESH PATELનો સમાજના યુવાનોને હુંકાર/ મૂંછોનાં આંકડા રાખો છો,ઉપયોગ કરતા શીખજો

Spread the love

પટેલ સમાજ બહોળો અને ભોળો છે, તેનો ઉપયોગ ન થાય તે જવાબદારી સમાજના યુવાનોની છે:નરેશ પટેલ

3P થીયરીથી સમાજના યુવાનોને સરકારી નોકરી(POLICE) ,પત્રકારત્વ(PRESS) અને રાજકારણ(POLITICS)માં જોડાય અને આવનારા પાંચ વર્ષમાં સમાજની શકલ

બદલાવી શકશે: નરેશ પટેલ

શ્રી ખોડલધામ મંદિરે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ(KDVS) કન્વીનર મીટ યોજાઈ

ગુજરાતભરના વિવિધ જિલ્લા, તાલુકા, શહેર, ગ્રામ્ય, વોર્ડ કક્ષાના 1200થી વધુ કન્વીનર, સહકન્વીનરોએ આપી હાજરી

તા.૨,રાજકોટ: લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન શ્રી ખોડલધામ(KHODALDHAM) મંદિર ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-KDVS”ની કન્વીનર મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં લેઉવા પટેલ સમાજને એક તાંતણે બાંધનાર શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાં પ્રણેતા અને સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેશભાઈ પટેલ(NARESHBHAI PATEL)નાં અધ્યક્ષસ્થાને તારીખ 30 સપ્ટેમ્બર ને શનિવારનાં રોજ કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં મા ખોડલના સાનિધ્યમાં “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ-૨૦૨૩”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં KDVSની એક એડવાન્સ લેવલ એપ્લિકેશનનું શ્રી નરેશભાઈ પટેલનાં હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન મારફતે ગુજરાતનાં કોઈપણ ખૂણેથી KDVS સાથે જોડાયેલા દરેક સભ્યો શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી શકશે તથા મહત્વના સંપર્ક સાધી શકશે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાં નેજા હેઠળ અને શ્રી નરેશભાઈ પટેલનાં સીધા માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ(KDVS) પોતાનું કાર્યક્ષેત્ર વિકસિત કરીને હાલ સમગ્ર ગુજરાતમાં કાર્યરત થઈને વિવિધ સેવાકાર્ય કરે છે. ત્યારે ખોડલધામ મંદિરે યોજાયેલી KDVS કન્વીનર મીટમાં ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા, શહેર, વોર્ડ અને ગ્રામ્ય કક્ષાએથી કન્વીનરો અને સહ કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ કન્વીનરો અને સહ કન્વીનરોનું શ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ કન્વીનર મીટમાં આગામી સમયમાં સમાજ ઉપયોગી વિવિધ કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી નોકરી તથા પોલીસ, પ્રેસ અને પોલિટિક્સ એમ 3P થીયરી અંતર્ગત સમાજના વધુમાં વધુ યુવાઓનું ભાવી ઉજ્જવળ થાય તે અંગેનું આયોજન કરાયું હતું.

Naresh Patel's message to the youth of the society: You keep statistics, learn to use them.

શ્રી ખોડલધામ કન્વીનર મીટમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આપ સૌ માના લાડકા દીકરા છો. ટૂંકા સમયમાં આખા ગુજરાતમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ફરીને સંગઠનની રચના કરવામાં આવી છે તે બદલ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિને અભિનંદન પાઠવું છું. લેઉવા પટેલ સમાજ માટે આજે ગૌરવની વાત એ છે કે દેશ-વિદેશમાં ગમે ત્યાં સમાજનો કાર્યક્રમ હોય આમંત્રણમાં ખોડલધામનું નામ લખાવા લાગ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિની ટીમને બિરદાવતા શ્રી નરેશભાઈ પટેલે કહ્યું હતું કે, આ સંગઠન જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. આપ સૌ અહીં ભાવથી આવ્યા છો અને સમાજને કંઈક આપવા માટે આવ્યા છો. સંગઠિત રહીને સારા કામમાં જરૂર પડે ત્યાં ભેગા થઈ જવું. ખોડલધામની શરૂઆત થઈ ત્યારે સંસ્થા હતી આજે ખોડલધામ એક વિચાર બની ગયો છે અને આ વિચારને આપ યુવાનોએ આગળ ધપાવવાનો છે.

આ કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાને ટ્રસ્ટનાં ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે હાજરી આપી હતી તથા અતિથિ વિશેષ તરીકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- સોમનાથ તથા શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટીશ્રીઓઓ, મુખ્ય સંગઠનના કન્વીનરો, મહિલા સમિતિ, સામાજિક આગેવાનો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી KDVSનાં 1200 થી વધુ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આજના જમાનામાં ખુબ અગત્યનું પાસું એવા શિક્ષણને પ્રધ્યાન્ય આપવામાં આવે છે અને સમાજના વિદ્યાર્થીઓને 3P થીયરી અંતર્ગત પોલીસ અને સરકારી નોકરી તથા પ્રેસ અને પોલિટિક્સ અને સામાજિક લીડરશીપ અંગે વિકસિત થવા માટે માર્ગદર્શન અને સહકાર આપવામાં આવે છે. જેના થાકી આજદિન સુધી 475થી વધારે ઉમેદવારો સરકારી નોકરી અંતર્ગતની વિવિધ પરીક્ષાઓ ઉર્તીણ કરીને હાલમાં સરકારી નોકરીનાં સ્વપ્નને સેવવામાં સફળ થયા છે. આજે આ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ એટલી વિશાળ બની રહી છે કે, તેમનું સંગઠન ગુજરાત ફલક પર દિન-પ્રતિદિન વિકસિત થઈ રહ્યું છે.


Spread the love

Related posts

EDUCATION:‘શાસ્ત્રીય ભાષા’નો દરજ્જો મરાઠી-બંગાળી સહિત 5 પ્રાદેશિક ભાષાઓને મળ્યો 

Team News Updates

3 વર્ષના કૃણાલની ચકચારી હત્યાનો પર્દાફાશ:માતા જ પુત્રના મૃતદેહને ખભે ઊંચકી ઘરે લઈ ગઈ, પતિને કહ્યું અકસ્માતમાં મરી ગયો; CCTVની એક નાની જલકે ખોલ્યો હત્યાનો ભેદ

Team News Updates

“સાહેબ હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો” નનામા કોલ પછી તરવૈયા ઉતારતા હત્યાકાંડ સામે આવ્યો, વાંચો કરપીણ હત્યાની ચોંકાવનારી હકીકત

Team News Updates