News Updates
GUJARAT

પ્રેમિકાની હત્યા કરી પ્રેમી બેંગલુરુ ભાગ્યો:લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતી યુવતીની હત્યા કરી પથ્થર વડે બાંધી તળાવમાં ફેંકી દીધી, પોલીસે તમામ ગુનેગારોને ઝડપી પાડ્યા

Spread the love

અંકલેશ્વર પોલીસને ત્રણ દિવસ પહેલા કમલમ તળાવમાંથી પથ્થર વડે બાંધેલ લાશનું પોટલું મળી આવે છે. જે લગભગ 22થી 23 દિવસ પૂર્વે હત્યા કરેલ યુવતીની લાશ હતી​​​​. પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા પ્રેમ પ્રકરણ હોવાની માહિતી સામે આવી હતી. સોશ્યલ મીડિયાથી​​​​​​ પ્રેમ સંબંધ બંધાયા બાદ અઢી વર્ષથી યુવક-યુવતી લીવ-ઇન-રિલેશનશીપમાં રહેતા હતા. જેમાં કોઈ કારણોસર બંને વચ્ચે અણબનાવ થતા યુવક અને તેના ભાઈએ સાથે મળી યુવતીની હત્યા કરી નાખી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં યુવતીના હત્યારાઓને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે યુવતીનો પ્રેમી પણ બેંગલુરુથી પકડાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

અઢી વર્ષથી બંને લિવ-ઇન-રિલેશનશિપમાં હતા
સંજયે તેના ભાઈ-ભાભીને ઘરે બોલાવ્યા હતા સોશ્યલ મીડિયાથી ઓળખાણમાં આવેલા સૌરભ ગંગવાણી અને મયુરી ભગત છેલ્લા અઢી વર્ષથી અંકલેશ્વરમાં લિવ-ઇન-રિલેશનશિપમાં પતિ-પત્ની તરીકે રહેતા હતા. છેલ્લા દોઢ માસથી તેઓ ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળમાં ભાડે મકાન રાખીને રહેતા હતા. જોકે બાદમાં બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.

યુવક-યુવતી અઢી વર્ષથી લીવ ઇન રિલેશનશિપમાં હતા
કહેવત છેને ગુનેગારો ગમે એટલી સાવધાનીથી ગુનાને અંજામ આપે પણ તે કોઈને કોઈ સબૂત છોડી જતાં હોય છે. જીહા અહીંયા અંકલેશ્વરમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મયુરી ભગતની હત્યામાં પણ આવુ જ કઈ થયું છે. અંકલેશ્વરમાં ગેરેજ ચલાવતા સૌરભ ગંગવાણી સાથે અઢી વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મયુરી ભગત વચ્ચે તણાવ થઈને વાંરવાર ઝઘડા થઈ રહ્યા હતા. જેથી સૌરભના મોટા ભાઈ સંજય ગંગવાણીએ બંને સાથે 9મી ઓક્ટોબરના રોજ પુષ્પકુંજ રામનગરમાં બની રહેલા મકાનમાં વાતચીત કરવા બોલાવ્યા હતા.

મયુરની લાશને કોથળામાં બાંધી તળાવમાં ફેંકી દીધી
વાતચીત સમયે મયુરીને સમજાવતા તે નહીં માનતા સંજયે ઉશ્કેરાઈ તેનું ગળુ દબાવી અને સૌરભે પગ પકડી રાખ્યો. તેમ છતાંય મયુરી ન મરતા બાદમાં ગમછા વડે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેની લાશને બાંધી કોથળામાં પુરી રાત્રિના સમયે મોટો ભાઈ સંજયે તેના બે સાગરીતો ગોલુ તુકારામ વેરેકર ઉર્ફે દિવાના મન તથા ભરથરી ઉર્ફે બદ્રીની સહાયતાથી બાઈક પર રામકુંડ નજીકના કમલમ તળાવમાં કોથળામાં ભરેલી મયુરીની લાશને મોટા પથ્થર વડે બાંધી ફેંકી દીધી હતી.

મયુરીના પ્રેમીને બેંગ્લોરથી પોલીસે ઝડપી પાડયો
અહીંયા LCB પોલીસને માહિતી મળતા જ અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસની મદદથી તળાવમાંથી લાશ શોધી કાઢી હતી. જેમાં પોલીસે સૌરભના મોટાભાઈ સંજય તાથ તેના બે સાગરીતો ગોલુ તુકારામ અને ભરથરી બદ્રીની ધરપકડ કરતા સમગ્ર હત્યાનો મામલા પરથી પરદો ઉઠ્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે પોલીસની તપાસમાં સંજય અગાઉ લૂંટના ગુનામાં અને મન ઉર્ફે ગોલુ તુકારામ વેરેકર એટીએમ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. LCBની ટીમે સૌરભને પણ બેંગલોરથી ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવવા રવાના થઈ હોવાનું જણવા મળ્યું છે.

યવતીના પરિવારજનો અંગે હજુ કોઈ માહિતી મળી નથી
અંક્લેશ્વરના મયુરી ભગત હત્યાકાંડમાં પોલીસને હજી સુધી મૃતકના પરિવારજનો અંગેના કોઇ સગડ મળ્યાં નથી. ત્યારે મયુરી ભગત અને સૌરભ વચ્ચે સંબંધ કેવી રીતે વિકસિત થયાં મયુરીના પરિવારજનો ક્યાં રહે છે તે સહિતની વિગતો શોધવા માટે પોલીસ ઉંચીએડીનું જોર મારી રહી છે. જોકે, હત્યાના કારસામાં ત્રણ સાગરિતો ઝડપાઇ ગયાં છે ત્યારે સૌરભ બેંગ્લોર હોઇ ભરૂચ પોલીસની ટીમે તેને બેગ્લોરથી ઝડપી પાડી ભરૂચ લાવવાની કવાયત ચાલી રહી છે.


Spread the love

Related posts

કેસર કેરીની આવકમાં વધારો:રૂ.900થી 1500 સુધીનો ભાવ જોવા મળ્યો;પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં બરડાની કેસર કરીના 4000 બોક્સની આવક

Team News Updates

બાળકે કર્યો આપઘાત 9 વર્ષના,આપ્યો ઠપકો  માતાએ સાયકલ ચલાવવા બાબતે 

Team News Updates

પોલીસકર્મીની લાશ સરકારી ક્વાર્ટર્સમાંથી મળી :મહિલાનો પંખે લટકતો મૃતદેહ મળ્યો; જિલ્લા પોલીસવડાની કચેરીમાં ASI તરીકે ફરજ બજાવતી 

Team News Updates