News Updates
RAJKOT

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ બચત માસની ઉજવણી વખતે જ 1 લાખ વીજ ગ્રાહકોને લોડ વધારાની નોટિસ, વીજ કચેરીએ ધક્કા શરૂ

Spread the love

સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ એક તરફ વીજ બચત માસની ઉજવણી શરૂ કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ 1 લાખ વીજ ગ્રાહકોને લોડ વધારાની નોટિસ ફટકારવામાં આવતા વીજ ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના 256 સબ ડિવિઝનમાં 59 લાખ 31 હજાર 260 વીજ કનેક્શન ધરાવતા લોકો છે. જેમાંથી 1 લાખ લોકોને અડધામાંથી 3 કિલો વોટનો વીજ લોડ વધારવા નોટીસ આપવામાં આવી છે.

અડધામાંથી ત્રણ કિલો વોટનો વીજ લોડ વધારવા નોટિસ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ઘણા સમયથી લોકોને પીજીવીસીએલ દ્વારા આડેધડ બિલ આપવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. તેવા સમયે હાલ દર ત્રણ મહિને જે વીજ ગ્રાહકોને 1800 આસપાસનું બિલ આવે છે તેવા વીજ ગ્રાહકોને અડધામાંથી ત્રણ કિલો વોટનો વીજ લોડ વધારવા નોટિસ આપવામાં આવી છે. જેનાથી લોકોમાં રોષ ફેલાયો છે.

વીજ કચેરીએ ગ્રાહકોના ધક્કા શરૂ
રાજકોટ શહેરમાં 21 સબ ડિવિઝનમાં 25 હજાર જેટલા ગ્રાહકોને લોડ વધારાની નોટિસ આપવામાં આવી છે. આ નોટિસમાં ગ્રાહકોને 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જે સમય દરમિયાન લોડ વધારો કરવા માટે તાકીદ કરવામાં આવી છે. નહીંતર બિનઅધિકૃત વીજ વપરાશનું પુરવણી બિલ આપવાની ચીમકી આપવામાં આવતા વીજ કચેરીએ ગ્રાહકોના ધક્કા શરૂ થઈ ગયા છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાં જિલ્લામાં કેટલા વીજ કનેક્શન?

જિલ્લોવીજ કનેક્શન
રાજકોટ6,46,580
રાજકોટ ગ્રામ્ય6,75,078
અમરેલી6,24,098
જામનગર7,30,839
મોરબી3,60,738
પોરબંદર4,15,714
જૂનાગઢ5,08,836
ભાવનગર6,58,069
સુરેન્દ્રનગર3,93,206
અંજાર2,69,882
ભૂજ4,12,361
કુલ59,31,260

Spread the love

Related posts

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભાદરવાના બફારામાં ખેલાડીઓએ પરસેવો પાડ્યો, ભારતની ટીમ સાંજે પ્રેક્ટિસ કરશે

Team News Updates

રાજકોટમાં ATSનું મોટું ઓપરેશન, 214 કરોડની કિંમતનું હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું

Team News Updates

Gondal:વાસાવડી નદી બે કાંઠે વહેતી થઈ,ખાબક્યો ભારે વરસાદ ગોંડલના વાસાવડ ગામમાં

Team News Updates