News Updates
EXCLUSIVEGUJARAT

SURAT ડાયમંડ બુર્સ પર કોની માલિકી? જાણો શું છે ઓફીસનાં ભાડા??

Spread the love

SDB હવે દુનિયાની સૌથી મોટી ઓફિસ છે જેમાં અંદાજે 4,500 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસ આવેલી છે. આ વિશાળ ઈમારત ડ્રીમ સિટીની અંદર 35.54 એકર જમીન પર બનેલી છે. જેમાં 300 ચોરસ ફૂટથી એક લાખ ચોરસ ફૂટ સુધીની ઓફિસો સાથે 15 માળના 9 ટાવર આવેલા છે.

તા.૧૯,સુરત: PM NARENDRA MODI એ 17 ડિસેમ્બર, 2023 ના રોજ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર છે. સુરત ડાયમંડ બુર્સ બિલ્ડીંગ, વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ 67 લાખ ચોરસ ફૂટથી વધારે વિસ્તારમાં ફેલાયેલું છે અને તે સુરત શહેર નજીક ખાજોદમાં આવેલું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. આ ઉપરાંત આયાત અને નિકાસનું કેન્દ્ર પણ બનશે. SBD ના મીડિયા કન્વીનર દિનેશ નાવડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મુંબઈ સ્થિત હીરાના વેપારીઓ સહિત ઘણા હીરાના વેપારીઓએ તેમની ઓફિસોનો કબજો મેળવી લીધો છે જે ઓક્શન બાદ મેનેજમેન્ટ દ્વારા ફાળવવામાં આવી હતી.

કોણ છે ડાયમંડ બુર્સના માલિક?

સુરત ડાયમંડ એક્સચેન્જ એટલે કે SDB એક નોન પ્રોફિટ એક્સચેન્જ છે, જે કંપની એક્ટ 2013ની કલમ 8 હેઠળ રજીસ્ટર્ડ છે. SDB એ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ (ડ્રીમ) સિટીનો ભાગ છે. આ પહેલનો શ્રેય SRK ડાયમંડ્સના માલિક ગોવિંદ ધોળકિયા, RK ડાયમંડ્સના સ્થાપક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા સવજીભાઈ ધોળકિયા અને ધર્મનંદન ​​ડાયમંડ્સના માલિક લાલજીભાઈ પટેલને જાય છે.

આ ત્રણ હીરાના વેપારીઓએ વર્ષ 2013-14માં સુરતને ડાયમંડ હબ બનાવવાનું સપનું જોયું હતું. આ 3 લોકો આ વિચાર સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પાસે ગયા અને ત્યારબાદ તેમને સંમતિ આપી હતી. તેના માટે એક બોર્ડની પણ રચના કરવામાં આવી હતી, જેમાં મહેશ ગઢવીને CEO બનાવવામાં આવ્યા.

આ ઈમારત સુરત અને ગુજરાતમાં ડાયમંડ બુર્સની સ્થાપના અને પ્રમોશન માટે બનાવવામાં આવી છે. મહેશ ગઢવીએ કહ્યું હતું કે, પેન્ટાગોનને હરાવવા તેમના ઉદ્દેશ્યનો ભાગ ન હતો. પ્રોજેક્ટનું કદ માગ દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે, બિલ્ડીંગ બન્યા પહેલા ઘણા લોકોએ અહીં ઓફિસ ખરીદી હતી.

ઓફિસનું ભાડું કેટલા રૂપિયા છે?

SDB હવે દુનિયાની સૌથી મોટી ઓફિસ છે જેમાં અંદાજે 4,500 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસ આવેલી છે. આ વિશાળ ઈમારત ડ્રીમ સિટીની અંદર 35.54 એકર જમીન પર બનેલી છે. જેમાં 300 ચોરસ ફૂટથી એક લાખ ચોરસ ફૂટ સુધીની ઓફિસો સાથે 15 માળના 9 ટાવર આવેલા છે. આ ડાયમંડ હબના નિર્માણની શરૂઆતમાં અહીંનું ભાડું 3500 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ હતું. હવે તે 8500 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ સુધી પહોંચી ગયું છે.


Spread the love

Related posts

જેતપુર તાલુકાનાં ગામડાંમાં ખનીજચોરી કરતી “વરાહ ઇન્ફ્રા” કંપનીને કોનું વરદાન??

Team News Updates

ખોડલધામની સુવાસ ભારતમાં/ મધ્યપ્રદેશનાં ભોપાલ નજીક માં ખોડિયારનાં ભવ્ય મંદિરનો શીલાન્યાસ થયો

Team News Updates

પ્રેમિકાની હત્યા કરી પ્રેમી બેંગલુરુ ભાગ્યો:લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતી યુવતીની હત્યા કરી પથ્થર વડે બાંધી તળાવમાં ફેંકી દીધી, પોલીસે તમામ ગુનેગારોને ઝડપી પાડ્યા

Team News Updates