News Updates
NATIONAL

અદભૂત! નદીમાંથી મળી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ, હૂબહૂ અયોધ્યાના ‘રામ લલ્લા’ જેવી જ, 1000 વર્ષ છે જૂની

Spread the love

સદીઓ જૂના આ શિલ્પો રાયચુર જિલ્લાના દેવસુગુર ગામ પાસે મળી આવ્યા છે. સ્થાનિક લોકોએ માહિતી આપી હતી કે, મળેલી મૂર્તિઓમાં ભગવાન કૃષ્ણના દશાવતાર અને શિવલિંગનો સમાવેશ થાય છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે, આ મૂર્તિઓ તાજેતરના અયોધ્યા રામ મંદિરની મૂર્તિને ઘણી ખરી મળતી આવે છે.

કર્ણાટક રાજ્યમાં કૃષ્ણા નદી વહે છે. રાયચુર જિલ્લામાં નદી પર પુલ બનાવવામાં આવી રહ્યો હતો. આ બાંધકામ દરમિયાન નદીમાં બે પ્રતિમાઓ મળી આવી હતી – એક શિવલિંગ અને હિંદુ દેવતા વિષ્ણુની પ્રાચીન પ્રતિમા. સ્થાનિક લોકોના આશ્ચર્યની વાત એ છે કે વિષ્ણુની આ મૂર્તિ અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત મૂર્તિ સાથે ઘણી મળતી આવે છે.

સ્થાનિક લોકોએ આપી માહિતી

ઇન્ડિયા ટુડેના ઇનપુટ્સ અનુસાર આ સદીઓ જૂની મૂર્તિઓ જિલ્લાના દેવસુગુર ગામ પાસે મળી આવી હતી. લોકોએ મૂર્તિઓને નદીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી અને તાત્કાલિક સ્થાનિક પ્રશાસનને જાણ કરી હતી. આ સ્થળ પર હાજર રહેલા સ્થાનિક લોકોએ માહિતી આપી હતી કે, મળી આવેલી મૂર્તિઓમાં ભગવાન કૃષ્ણના દશાવતાર અને શિવલિંગનો સમાવેશ થાય છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે આ મૂર્તિ તાજેતરના અયોધ્યા રામ મંદિરની મૂર્તિને મળતી આવે છે.

અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિ મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજે ‘કૃષ્ણ શિલા’ પર બનાવેલી 51 ઈંચ ઊંચી કાળા રંગની પ્રતિમા જેવી જ મળેલી આ વિષ્ણુજીની મૂર્તિ લાગે છે.

રાયચુર યુનિવર્સિટીના પ્રાચીન ઈતિહાસ અને પુરાતત્વના લેક્ચરર ડૉ. પદ્મજા દેસાઈએ નદીમાંથી મળેલી આ પ્રતિમા અંગે સમાચાર એજન્સી PTI સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું, કે મૂર્તિ વેદોમાં વર્ણવેલા વેંકટેશ્વર જેવી છે.

આ મૂર્તિમાં ગરુડ નથી : ડૉ.પદ્મજા

“આ શિલ્પમાં અનેક વિશેષતાઓ છે. તેની આજુબાજુ તેજસ્વી આભા સાથે એક શિલ્પ છે. આ શિલ્પ ભગવાન વિષ્ણુના દસ અવતારોને દર્શાવે છે. આમાં મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ છે.”

ડૉ.પદ્મજાએ એમ પણ કહ્યું કે, આ મૂર્તિમાં ગરુડ નથી, જે સામાન્ય રીતે વિષ્ણુની મૂર્તિઓમાં જોવા મળે છે. પુરાતત્વવિદોનું માનવું છે કે, આ પ્રતિમા 11મી કે 12મી સદીની હોઈ શકે છે. તે કહે છે કે શક્ય છે કે મૂર્તિ કોઈ મંદિરમાં હોય અને જ્યારે મંદિર તોડવામાં આવ્યું ત્યારે તેને નદીમાં ફેંકી દેવામાં આવી હોય.


Spread the love

Related posts

ખાલિસ્તાની-ગેંગસ્ટર નેટવર્ક સામે NIAની કાર્યવાહી:પંજાબ-હરિયાણા અને રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં 51 સ્થળો પર દરોડા, બેની ધરપકડ

Team News Updates

Wedding Insurance Policy: હવે લગ્નપ્રસંગ પર મળશે વીમો

Team News Updates

20 જૂને જગન્નાથ યાત્રા- 25 લાખ ભક્તો આવશે:લોકોને ગરમીથી બચાવવા યાત્રા માર્ગે વોટર સ્પ્રિંકલર લાગ્યા; 72 એમ્બ્યુલન્સ પણ તૈનાત

Team News Updates