ટાટા મોટર્સે તેની એન્ટ્રી લેવલ હેચબેક ટિયાગો અને સેડાન ટિગોરને સીએનજી ફ્યુઅલ વિકલ્પ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે લોન્ચ કર્યા છે. આ બંને ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી ભારતની પ્રથમ CNG કાર છે અને ટ્વીન સિલિન્ડર ટેકનોલોજીથી સજ્જ છે.
આ સિવાય બંનેકારની ડિઝાઈન અને અન્ય ફીચર્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. Tata Motors દાવો કરે છે કે બંને કાર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે CNG મોડમાં 28.06 km/Kg ની માઈલેજ આપશે. તમને પેટ્રોલ મોટમાં 20 Kmpl ની માઈલેજ મળશે. Tiago કાર મારુતિ Celerio, Maruti WagonR અને Citroen C3 સાથે સ્પર્ધા કરે છે, જ્યારે Tigor મારુતિ Dezire, Honda Amaze અને Hyundai Aura સાથે સ્પર્ધા કરે છે.
Tiago CNGની કિંમત 7.89 લાખ રૂપિયાથી શરૂ થાય છે, Tiago 8.84 લાખ રૂપિયામાં ઉપલબ્ધ થશે
ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે Tiago CNG ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત 7.89 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે 8.89 લાખ રૂપિયા સુધી જાય છે. તે જ સમયે, ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે Tigor બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત 8.84 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 9.54 લાખ રૂપિયા સુધી જાય છે.
ટિયાગો માટે ટોર્નેડો બ્લુ, ટિયાગો એનઆરજી માટે ગ્રાસલેન્ડ બેજ અને ટિગોર માટે મીટીઅર બ્રોન્ઝ જેવા નવા રંગ વિકલ્પો આ મોડલ્સની આકર્ષણને વધારે છે. ટિયાગો iCNG અને Tigor iCNG ના AMT વેરિઅન્ટ માટે બુકિંગ ખુલ્લું છે. ગ્રાહકો રૂ. 21,000 ની ટોકન રકમ ચૂકવીને આ બંને ઓનલાઈન અને ડીલરશીપ પર બુક કરાવી શકે છે.
ગેસ લીક ડિટેક્શનનું સેફ્ટી ફીચર
ટાટા મોટર્સે બંને કારમાં ગેસ લીક ડિટેક્શનનું સેફ્ટી ફીચર આપ્યું છે. કારમાં સીએનજી લીકેજના કિસ્સામાં, લીક ડિટેક્શન ટેક્નોલોજી કારને સીએનજીથી પેટ્રોલ મોડમાં આપમેળે શિફ્ટ કરે છે. આ ટેક્નોલોજી ડ્રાઇવરને ગેસ લીક થવા અંગે પણ એલર્ટ કરે છે. આ સિવાય ઈંધણ ભરતી વખતે કારને બંધ રાખવા માટે માઈક્રો સ્વીચ આપવામાં આવી છે. આ સ્વીચ ઇંધણનું ઢાંકણ ખોલતાની સાથે જ ઇગ્નીશનને બંધ કરી દે છે. જ્યાં સુધી ઇંધણનું ઢાંકણું સુરક્ષિત રીતે બંધ ન થાય ત્યાં સુધી આ કારને શરૂ થવાથી અટકાવે છે. તે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પર ‘ક્લોઝ ફ્યુઅલ લિડ’ એલર્ટ પણ આપે છે.
Tiago iCNG અને Tigor iCNG: એન્જિન અને પાવર
Tiago iCNG અને Tigor iCNGમાં 1.2-લિટર 3-સિલિન્ડર બાય-ફ્યુઅલ પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન પેટ્રોલ મોડમાં 84 bhp પાવર અને 113 NM ટોર્ક જનરેટ કરે છે. જ્યારે, CNG મોડ પર તે 72 bhpનો પાવર અને 95Nmનો ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે, એન્જિનમાં હવે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 5-સ્પીડ ઓટોમેટિક (AMT) ગિયરબોક્સનો વિકલ્પ છે.
Tiago iCNG અને Tigor iCNG: ફીચર્સ
ટિયાગો અને ટિગોરના CNG વર્ઝનમાં સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટો એસી, 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 8 સ્પીકર્સ જેવી સુવિધાઓ છે. સુરક્ષા માટે, તેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટર, સેન્સર સાથેનો રિયર પાર્કિંગ કેમેરા અને રિયર ડિફોગર જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.
માર્કેટમાં મારુતિ અને હ્યુન્ડાઈની CNG કારનો દબદબો છે
હાલમાં, મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ મોટર્સ ભારતીય બજારમાં ફેક્ટરી ફીટેડ CNG કાર પર પ્રભુત્વ ધરાવે છે. હવે ટાટાની સીએનજી કાર તેમને આકરો પડકાર આપી રહી છે. મારુતિ S-Presso, Celerio, WagonR, Eeco, Alto અને Ertigaમાં ફેક્ટરી ફીટેડ CNG કિટ ઓફર કરે છે. જ્યારે, ગ્રાન્ડ i10, ઓરા અને હ્યુન્ડાઈ તરફથી તાજેતરમાં લોન્ચ કરાયેલ એક્સેટર CNG વિકલ્પ સાથે આવે છે.