News Updates
GUJARAT

ગાજર જ નહીં ગાજરની છાલ પણ છે ઉપયોગી, આ રીતે કરો રિયુઝ

Spread the love

શિયાળામાં સસ્તા ભાવે અને સરળતાથી ગાજર મળી જાય છે. ગાજરથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. આપણે ગાજરમાંથી હલવો, અથાણું અને સલાડ સહિતની અનેક વાનગીઓ બનાવી શકાય છે. પરંતુ મોટાભાગના લોકો ગાજરની છાલ નીકાળીને ફેંકી દે છે. આજે આપણે જાણીશું કે કેવી રીતે ગાજરની છાલનો ઉપયોગ કરી શકીએ છીએ.

ગાજરને છાલીને ફેંકી દેવાને બદલે તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ત્યારબાદ છાલને કપડાથી લૂછી લો. ગાજરની છાલને છરીની મદદથી 2-2 ઈંચના ટુકડામાં કાપીને તેલ લગાવો, મીઠું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાંખો અને એર ફ્રાયરમાં ફ્રાય કરો. જેથી ટેસ્ટી ક્રન્ચી ચિપ્સ સર્વ કરવા માટે તૈયાર છે.

સૂપ બનાવવા માટે તમે ગાજરની છાલનો પણ ઉપયોગ કરી શકો છો.સૂપ બનાવતા પહેલા ગાજરને સ્વચ્છ પાણીથી ધોઈને કાપી લો.છાલમાં પાણી અને મીઠું ઉમેરીને કૂકરમાં ઉકાળો.હવે તેને એક કડાઈમાં મૂકો અને હલાવતા સમયે તેને સારી રીતે પકાવો.તેમાં સ્વાદાનુસાર કાળા મરી અને ખાંડ ઉમેરો અને ગરમા-ગરમ સર્વ કરો.

સલાડ અથવા અન્ય વાનગીઓને ગાર્નિશ કરવા માટે ગાજરની છાલનો ઉપયોગ કરો. છાલને ધોઈ, બારીક કાપો અને પછી તેને સલાડમાં ગાર્નિશ કરી શકાય છે.

ગાજરની છાલને ધોઈને બારીક કાપો. ત્યારબાદ તેમાં બે ગ્લાસ દૂધમાં ઉકળવા માટે છોડી દો. જ્યારે દૂધ અને ગાજરની છાલ ઉકળ્યા પછી ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં ખાંડ અને એલચી પાવડર નાખીને થોડીવાર પકાવો.બધું બરાબર રંધાઈ જાય એટલે બરાબર મિક્સ કરી સર્વ કરો.

ગાજરની છાલમાંથી બાળકો માટે કેન્ડી બનાવી શકાય છે.ગાજરની છાલને સારી રીતે ધોઈ લો. તેને સૂકવી લો અને એક પેનમાં ખાંડની ચાસણી તૈયાર કરો.છાલને જાડી ચાસણીમાં ડુબાડી, પ્લેટમાં રાખો.તેને બેક કરો અને સર્વ કરો


Spread the love

Related posts

ધો.10 અને 12નાં પરિણામ મતદાન બાદ જાહેર થશે;પરિણામ માટે વોટિંગ સુધી રાહ જોવી પડશે વિદ્યાર્થીઓને

Team News Updates

દિલ્હીથી ઝડપાયેલા ISISના આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો, ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટનો હતો ઈરાદો

Team News Updates

અંબાજી પરિક્રમા મહોત્સવને લઈ તૈયારીઓ તડામાર, ST દ્વારા દોડાવાશે વિશેષ બસ, જાણો

Team News Updates