News Updates
JUNAGADH

OMG!, કાળજું કંપાવતી ઘટનાના CCTV:જૂનાગઢમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં ગેલેરીમાંથી શેરીમાં પડ્યું, સારવાર માટે રાજકોટ લઈ જવાયું

Spread the love

જૂનાગઢમાં બે વર્ષનું બાળક પહેલા માળેથી પટકાયાની ઘટના સામે આવી છે. જૂનાગઢની ગોકુલ નગર સોસાયટીમાં ઘરના પહેલા માળે ગેલેરીમાં રમતું બે વર્ષનું બાળક રમતાં રમતાં નીચે શેરીમાં પટકાયું હતું. જે ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. બાળક પટકાયની પરિવારજોને જાણ થતાં જ તેને પહેલાં જૂનાગઢની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

આંખના પલકારામાં બાળક નીચે પડ્યું
જૂનાગઢ શહેરમાં આવેલી ગોકુલ નગર સોસાયટીમાં સાંઈકૃપા નામના મકાનના પહેલા માળે ગેલેરીમાં રમતું બે વર્ષનું બાળક નીચે પટકાયું હતું. જેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે પરિવારના સભ્યો જ્યારે ઘરની અંદર હતા. ત્યારે આંખના પલકારામાં બાળક નીચે પડી જાય છે. અચાનક જ બાળક નીચે પડવાનો અવાજ આવતા પરિવારજનો દોડી આવે છે. બાળકને મકાન પરથી પડેલો જોઈ ગભરાઈ જાય છે.

સારવાર માટે રાજકોટ લઈ જવાયું
આ બાદ પરિવારજનોએ બાળકને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ડોક્ટરને બાળકની વધુ સારવારની જરૂર લાગતાં જેને જૂનાગઢથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે, બાળકની હાલની સ્થિતિ સુધાર પર હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરતમાંથી આવી બે ઘટના સામે આવી હતી
થોડા મહિના અગાઉ સુરત જિલ્લામાં એક રુવાંડાં ઊભાં કરી દે એવી ઘટના સામે આવી હતી. માંગરોળ તાલુકાના નવાપુરા ગામે એક એપાર્ટમેન્ટના ચોથા માળે ઘરની ગેલરીમાં એક દોઢ વર્ષનું બાળક રમી રમી રહ્યું હતું. એ દરમિયાન તે ચોથા માળેથી નીચે પડી જતાં તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બાળક પડી ગયું હોવાની જાણ ઘરમાં કામ કરી રહેલી બાળકની માતાને થતાં તેણે દોટ મૂકી હતી, પણ તેની પાસે માતા પહોંચે એ પહેલાં જ ગંભીર ઈજાઓના કારણે તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. માતાનું રુદન જોઈને સૌકોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

બીજી ઘટના
આ અરસામાં જ સુરતના સાયણની સિદ્ધિવિનાયક સોસાયટીમાં એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. માતા રસોઈ બનાવતી હતી એ વખતે ચોથા માળની ગેલરીમાં રમતું બે વર્ષના બાળકનું નીચે પટકાવાથી મોત નીપજ્યું હતું. માતાની નજર સામે જ સર્જાયેલી કરુણ દુર્ઘટનાને લઈને પરિવાર તાત્કાલિક બાળકને સિવિલ લઈ આવ્યું હતું, જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યું હતું. મોટી દીકરી બાદ જન્મેલા એકના એક દીકરાના મોતને લઈને સિવિલ હોસ્પિટલમાં પરિવારે હૈયાફાટ રુદન કર્યું હતું.


Spread the love

Related posts

ઠગ કાળાં વસ્ત્રોમાં ‘માતાજી’ બની પ્રગટ થતો:મુસ્લિમ યુવકે કહ્યું- મારા પિતાને સાક્ષાત્ માતાજી આવે છે, 500 કરોડનો વરસાદ કરશે; ઢોંગીએ મોડસ ઓપરેન્ડીથી કરોડો ઠગ્યા

Team News Updates

ગીર સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિર ખાતે ઉત્સાહપૂર્વક થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Team News Updates

ખેડૂતોએ કહ્યું- ‘ચાર કલાકમાં બધુ પતી ગયું’:જૂનાગઢ, નવસારી, બોટાદ સહિતના જિલ્લાઓમાં માવઠાએ કેરીની મજા બગાડી

Team News Updates