News Updates
JUNAGADH

Junagadh:લાઇટ ઓન કરતાં જ થયો બ્લાસ્ટ,જૂનાગઢમાં રસોડામાં ગેસ-રેગ્યુલેટર ચાલુ રહી ગયું,બાળક સહિત ચાર દાઝ્યાં

Spread the love

જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે આવેલા ગણેશનગરમાં ગતરાત્રિના 10 વાગ્યાની આસપાસ એક મકાનમાં ગેસના બાટલનું રેગ્યુલેટર ભૂલથી ચાલુ રહી જતાં બ્લાસ્ટ થયો હતો, જેથી એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝ્યા હતા. કટારિયા પરિવારના સભ્યો જમવાનું પતાવી પોતાના ફળિયામાં બેઠા હતા, જ્યારે પરિવારનો નાનો દીકરો હિતેશ પોતાના રૂમમાં વાંચતો હતો. રસોડામાં એલ્યુમિનિયમના સેક્શનવાળા બારી-દરવાજા પણ બંધ હતાં. ત્યારે અચાનક જ પરિવારના સભ્યને રસોડામાં કંઈક કામ યાદ આવતાં તે રસોડાનો દરવાજો ખોલી લાઈટ ઓન કરતાંની સાથે જ રસોડામાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. એક ભૂલ અને પરિવારના 4 સભ્ય જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે.

આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના લોકો પણ આ ધડાકાથી ડરી ગયા હતા. આ ધડાકો થતાં કટારિયા પરિવારના ચાર સભ્ય ગંભીર રીતે દાઝી ગયા હતા. પરિવારના સભ્ય કાનજીભાઈ માવજીભાઈ કટારિયા (ઉં 56) તેમનો પુત્ર વિજય કાનજી કટારિયા (ઉં 37), તેની પત્ની મનીષા કટારિયા (ઉં 32) અને તેમનો 7 વર્ષનો દીકરો દત્ત વિજય કટારિયા આ ગેસનો બાટલો ફાટવાથી ગંભીર રીતે દાઝ્યાં હતાં. બ્લાસ્ટની ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક તેમના ઘરે આવી પહોંચ્યા હતા. એ બાદ 108 દ્વારા ચારેય સભ્યને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટર દ્વારા તમામની સારવાર શરૂ કરવામાં આવી હતી. 7 વર્ષના બાળક તેમજ તેનાં માતા-પિતાની હાલત વધુ ગંભીર થતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ઘરના રસોડામાં રાખેલા ગેસના બાટલાનું રેગ્યુલેટર ભૂલથી ચાલુ રહી ગયું હતું તેમજ રસોડાના એલ્યુમિનિયમ સેક્શનવાળા બારી દરવાજા પણ બંધ હતાં. રેગ્યુલેટર ચાલુ રહી ગયું હોવાથી ગેસ આખા રસોડામાં ફેલાઈ ગયો હતો અને અચાનક જ રસોડાની લાઈટ ઓન કરવા જતાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં રસોડામાં રાખેલી ચીજવસ્તુઓ વેરવિખેર થઈ સળગી ઊઠી હતી. તો બીજી તરફ રસોડાની એલ્યુમિનિયમ સેક્શનવાળાં બારી-દરવાજાના કાચ પણ તૂટી ગયા હતા.

કટારિયા પરિવારના સભ્ય હિતેશ કટારિયાએ જણાવ્યું હતું કે આજે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ મારા ઘરે રસોડામાં ગેસનો બાટલો ફાટ્યો હતો. રસોડામાં રાખેલા ગેસના બાટલાનું રેગ્યુલેટર ચાલુ રહી ગયું હોવાથી રસોડામાં ધડાકાભેર બાટલો ફાટ્યો હતો, જેમાં મારા ભાઈ, ભાભી, મારા ભત્રીજા અને મારા પિતાજી ગંભીર રીતે દાઝી ગયાં છે, જેને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને હાલ તેcને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા છે.


Spread the love

Related posts

OMG!, કાળજું કંપાવતી ઘટનાના CCTV:જૂનાગઢમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં ગેલેરીમાંથી શેરીમાં પડ્યું, સારવાર માટે રાજકોટ લઈ જવાયું

Team News Updates

વેરાવળની સરકારી બોય્ઝ હાઇસ્કુલનું ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૬.૬૭% ઝળહળતું પરિણામ

Team News Updates

‘મારી માટી મારો દેશ’:જામજોધપુરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ

Team News Updates