News Updates
AHMEDABAD

એક જ દિવસમાં 148 રિક્ષા જમા:અમદાવાદમાં નંબર પ્લેટ ના હોય, સ્ટંટ બાજી કરતા હોય, બેફામ ચલાવતા હોય તેવા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી

Spread the love

અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. થોડા સમય અગાઉ રિક્ષા ચાલકના સ્ટંટના વીડિયો, બેફામ ડ્રાઇવિંગ સહિતના વીડિયો સામે આવ્યા હતા. રિક્ષા ચાલક સામે અનેક ફરિયાદો મળતા ટ્રાફિક વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાંથી ટ્રાફિક પોલીસ એક જ દિવસમાં 148 રિક્ષા જમા કરવામાં આવી છે અને હજુ પણ રિક્ષા ચાલક સામે કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે.

24 કલાકમાં 148 રિક્ષા જમા કરી
અમદાવાદ શહેરમાં ટ્રાફિક પૂર્વના DCP સફીન હસન દ્વારા મોડીફાઇડ કરેલી રિક્ષા, ખામીયુક્ત નંબર પ્લેટ સાથે રિક્ષા ચલાવતા ચાલકો તેમજ સ્ટંટ બાજી કરતા રિક્ષા ચાલકો, વગર લાયસન્સ ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા રિક્ષા ચાલક સામે કાર્યવાહી કરવા પૂર્વમાં તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી હતી. જેને લઈને પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 148 રિક્ષા ચાલકોને ડ્રાઇવ દરમિયાન ઝડપીને MV એકટ મુજબ રિક્ષા જમા કરવામાં આવી છે. માત્ર 24 કલાક જ પોલીસે પૂર્વ વિસ્તારમાંથી 148 રિક્ષા જમા કરી છે.

પોલીસ દ્વારા ડ્રાઈવ ચાલુ રખાશે
DCP સફીન હસને જણાવ્યું હતું કે, રિક્ષા ચાલક વિરુદ્ધ અવારનવાર ફરિયાદ મળી રહી હતી. રિક્ષા ચાલક ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય છે, ત્યારે અનેક કિસ્સામાં રિક્ષાની નંબર પ્લેટ પણ હોય તેવા કેસ જોવા મળ્યા છે. જેથી તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સૂચના આપીને રિક્ષા ચાલક સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. જે અંતર્ગત એક જ દિવસમાં કાર્યવાહી કરવામાં આવી છે. હજુ પણ પોલીસ દ્વારા ડ્રાઇવ ચાલુ જ રાખવામાં આવશે અને નિયમોનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.


Spread the love

Related posts

સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજ આજે 2 વાગ્યાથી જાહેર જનતા માટે બંધ

Team News Updates

કંપની સેક્રેટરીના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો ડંકો, ટોપ-10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓ

Team News Updates

Dharm: શ્રી સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા અંતર્ગત યાત્રા યોજાઈ

Team News Updates