રાજકોટ ટેસ્ટને ભારતીય ટીમે ભવ્ય રીતે જીતી લીધી છે. બીજા દાવમાં યશસ્વી જયસ્વાલે શાનદાર બેવડી સદી નોંધાવી હતી, તો રવિન્દ્ર જાડેજાએ જબરદસ્ત બોલિંગ કરીને ઇંગ્લીશ ટીમને ધરાશાયી કરી દીધી હતી. જેને લઈ રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જાડેજાએ એવોર્ડ MLA પત્નિ રિવાબા જાડેજાને ડેડિકેટ કર્યો હતો.
ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં શાનદાર જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેતની સિરીઝમાં 2-1 થી આગળ થઈ ચૂકી છે. ટીમ ઇન્ડિયાએ સાડા પાંચસો કરતા વધારે રનનું લક્ષ્ય ઇંગ્લેન્ડ સામે રાજકોટ ટેસ્ટમાં રાખ્યુ હતુ. ભારતે મેચના ચોથા દિવસે જ જીત મેળવી હતી.
રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જેને લઈ ભારતીય ટીમે મેચને એક દિવસ બાકી રહેતા જ જીતી લીધી હતી. આ મેચમાં બીજા દાવમાં બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જબરદસ્ત હતું.
ઇંગ્લેન્ડને બીજા દાવમાં માત્ર 122 રનના સ્કોર પર જ સમેટવામાં રવિન્દ્ર જાડેજાની ભૂમિકા મહત્વની રહી હતી. જેને લઈને જ તે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થયો હતો.
રવિન્દ્ર જાડેજાએ રાજકોટ ટેસ્ટના બીજા દાવમાં 5 વિકેટ ઝડપી હતી. જેને લઈ ભારતીય ટીમ ઇંગ્લેન્ડને મોટા અંતરથી હરાવી શકી હતી.
પ્રથમ ઈનીંગમાં રવિન્દ્ર જાડેજાએ સદી નોંધાવી હતી. રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની સદીને લઈ ભારતે પ્રથમ દાવમાં 445 રન નોંધાવ્યા હતા.
બીસીસીઆઈએ શેર કરેલા એક વીડિયોમાં રવિન્દ્ર જાડેજાએ એવોર્ડને લઈ કહ્યુ હતુ કે, એક ટેસ્ટમાં સદી અને પાંચ વિકેટ ઝડપવુ એક ખાસ છે. પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ જીતવી એ વધારે ખાસ છે.
આગળ પણ કહ્યુ હતુ કે, હું આ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મારી પત્નિને ડેડિકેટ કરવાનું ઇચ્છીશ. તેમે મારા પાછળ મેન્ટલી ખૂબ જ આકરી મહેનત કરી છે અને સાથે જ તેણે મને ખૂબ જ કોન્ફિડન્સ પણ આપ્યો છે. જાડેજાએ આ વાત એ સમયે કરી છે કે, જ્યારે તેના પિતાએ રિવાબા અને રવિન્દ્ર જાડેજા વિશે પોતાની વાત કહી હતી.