ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. વર્લ્ડકપ 2023ની ફાઈનલ બાદ તેણે કોઈ મેચ રમી નથી. મોહમ્મદ શમીની ઈજા ઠીક થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે હવે તેની સર્જરી લંડનમાં થશે.
ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી મોહમ્મદ શમીને વધુ એક ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર આઈપીએલ રમશે નહિ. મોહમ્મદ શમીએ ગુજરાત ટાઈટન્સમાંથી રમે છે. ટીમની સફળતામાં મોહમ્મદ શમીનું મહત્વનું યોગદાન રહ્યું છે.પરંતુ પગની ઈજાને કારણે મોહમ્મદ શમી આઈપીએલ 2024થી બહાર થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર શમી ઈજાગ્રસ્ત છે. શમીને સર્જરી માટે વિદેશ મોકલવમાં આવી શકે છે.
ગુજરાત ટાઈટન્સનું શું થશે?
મોહમ્મદ શમી ગુજરાત ટાઈટન્સના વિકેટ ટેકર રહ્યો છે. ગત્ત સીઝનમાં આ ખેલાડીએ 17 મેચમાં 28 વિકેટ પોતાને નામ કરી હતી અને ફાઈનલ સુધી પહોંચી હતી. 2022માં આ ફાસ્ટ બોલરે 20 વિકેટ લઈ ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવી હતી. એટલે સ્પષ્ટ છે કે, ગુજરાત ટાઈટન્સને શમીની કમી જરુર મહેસુસ થશે. ગુજરાત માટે મોટી વાત તો એ છે કે, હવે હાર્દિક પંડ્યા પણ ટીમ સાથે નથી અને શમી રમશે નહિ. આ વખતે ટીમનો કેપ્ટન પણ નવો છે. ટીમની કમાન શુભમન ગિલના હાથમાં છે હવે તેની મુશ્કેલી જરુર વધશે.
ટી 20 વર્લ્ડકપ પણ રમશે નહિ!
આ એક મોટા સમાચાર છે કે, મોહમ્મદ શમી ટી 20 વર્લ્ડ કપ સુધી ફિટ થઈ શકશે નહિ, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેને ઓક્ટોબર અને નવેમ્બર મહિના સુધી મેદાનમાં ઉતરવું મુશ્કિલ છે. ટીમ ઈન્ડિયાને ઓક્ટોબરમાં બાંગ્લાદેશ અને નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમવાની છે. શમી વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરિઝ સુધી ટીમમાં પરત ફરી શકે છે.
શમી વર્લ્ડ કપ ફાઈનલમાં ઈજા ગ્રસ્ત થયો
સવાલ એ પણ છે કે, શમી વર્લ્ડ કપ ફાઈનલમાં ઈજા ગ્રસ્ત થયો હતો પરંતુ તે હજુ સ્વસ્થ થયો નથી, ત્યારે આ વાત નેશનલ ક્રિકેટ એકેડમી પર સવાલો કરી રહી છે.ગુજરાત ટાઈટન્સ હવે શમીના સ્થળે અન્ય કોઈ ફાસ્ટ બોલરને સ્ક્વોડમાં સામલે કરશે. ગુજરાત ટાઈટન્સની ટીમમાં ઉમેશ યાદવ, કાર્તિક ત્યાગી અને સ્પેંસર જોનસન જેવા ફાસ્ટ બોલર છે તેમ છતાં શમીની હાજરી કોઈ પુરી કરી શકશે નહિ.
33 વર્ષના મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ સીરિઝનો ભાગ નથી. તેમણે છેલ્લે નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે વર્લ્ડકપની ફાઈનલમાં ભારત માટે રમ્યો હતો.