News Updates
ENTERTAINMENT

IPL 2024ના એક મહિના પહેલા આ ટીમનું હોમ ગ્રાઉન્ડ સીલ, અહીં રમાવાની હતી 3 મેચ

Spread the love

IPL 2024ના પ્રથમ તબક્કાનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે અને જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં ત્રણ મેચ રમાશે. પરંતુ હવે સવાઈ માન સિંહ સ્ટેડિયમને સીલ કરી દેવામાં આવ્યું છે. જાણો હવે શું થશે.

આઈપીએલ દુનિયાની સૌથી વધુ જોવાનારી ક્રિકેટ લીગ છે. અહિથી અનેક ખેલાડીઓના કરિયરની શરુઆત થાય છે. આઈપીએલ 2024ના પહેલા ફેઝનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. પહેલી મેચ 22 માર્ચના રોજ આરસીબી અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

હજુ પહેલા ફેઝમાં 17 દિવસનું શેડ્યુલ જાહેર કર્યું છે. જે 7 એપ્રિલ સુધીનું છે. બીજા ફેઝનું શેડ્યુલ ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ કરવામાં આવશે પરંતુ આ પહેલા રાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડનું મેદાન સવાઈ માન સિંહ સ્ટેડિયમને સીલ કરવામાં આવ્યું છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની મેચની મેજબાની થી એક મહિના પહેલા સવાઈ માન સિંહ સ્ટેડિયમને રાજસ્થાન સ્પોર્ટ્સ કાઉન્સિલ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. કાઉન્સિલે દાવો કર્યો હતો કે, આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે રાજ્ય ક્રિકેટ સંસ્થાએ બાકી ચૂકવણી સહિતની તેની જવાબદારીઓ પૂરી કરી નથી. સ્ટેડિયમની સાથે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA)ની ઓફિસ અને તેની એકેડમીને પણ સીલ કરી દેવામાં આવી છે.

આઈપીએલમાં રમનારી રાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ જયપુરનું સવાઈ માન સિંહ સ્ટેડિયમ છે. આઈપીએલનું આયોજન બીસીસીઆઈ દ્વારા કરવામાં આવે છે, ભલે સ્ટેડિયમ સીલ થઈ ગયું પરંતુ આ મેદાન પર આઈપીએલની મેચ રમાશે. સોહન રામ ચૌધરીએ કહ્યું કે, સ્ટેડિયમ આઈપીએલ મેચ તેમજ અહિ થનારી અન્ય મેચની યજમાની કરશે.

બીસીસીઆઈએ જે આઈપીએલ 2024ના પહેલા ફેઝનું શેડ્યુલ જાહેર કર્યું છે. તેમાં જયપુરનું સવાઈ માન સિંહના મેદાન પર 3 મેચ રમાશે. જેમાં રાજસ્થાન રોયલ્સની ટીમ લખનઉ સુપર જાયન્ટસ, દિલ્હી કેપિટલ્સ અને આરસીબીની ટીમ વિરુદ્ધ હશે.


Spread the love

Related posts

T20 World Cup 2024: શું વરસાદ રમત બગાડશે? હવામાન કેવું રહેશે,ભારતની પ્રથમ વર્લ્ડ કપ મેચમાં

Team News Updates

IPL 2024 :દિનેશ કાર્તિક બન્યો ‘હમદર્દ’ વિરાટના ખરાબ સમયમાં ,કોહલીએ કહ્યું- ‘DK’એ કેવી રીતે કરી તેની મદદ 

Team News Updates

 ‘પુષ્પા 2’   રચશે ઈતિહાસ અલ્લુ અર્જુનની,સૌથી મોટી ભારતીય ઓપનર, પ્રથમ દિવસે રૂ. 270 કરોડ સાથે બની શકે છે

Team News Updates