જો કમોસમી વરસાદ વધુ પડશે તો 45 હજાર હેકટરથી વધુના કેરીના પાકને નુકશાન થઈ શકે છે. કેરીના પાકના ઉત્પાદન કરવા માટે એક નાના ખેતરમાં અંદાજે 30 હજારનો ખર્ચ આવે છે. ત્યારે જો આવા સમયમાં પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકામાં માવઠાની અસર જોવા મળી છે. વરસાદી છાંટાના કારણે કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કમોસમી વરસાદ વધુ પડશે તો 45 હજાર હેકટરથી વધુના કેરીના પાકને નુકશાન થઈ શકે છે. કેરીના પાકના ઉત્પાદન કરવા માટે એક નાના ખેતરમાં અંદાજે 30 હજારનો ખર્ચ આવે છે.
ત્યારે જો આવા સમયમાં પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. કેરી પકવતા ખેડૂતો પર હાલ તો ચિંતાના વાદળ છવાયા છે. વલસાડ પંથકમાં આ વર્ષે ઓછી ઠંડીના કારણે આંબાવાડીમાં ફાલ ઓછો જોવા મળ્યો છે. તો માવઠાના કારણે આંબાવડીમાં રોગના ઉપદ્રવની પણ ભીતિ છે.