News Updates
GUJARAT

કષ્ટભંજન દાદાનો બે હજાર કિલો દ્રાક્ષનો દિવ્ય શણગાર:સાળંગપુર હનુમાનજી મંદિરે એકાદશી નિમિત્તે 2000 કિલો દ્રાક્ષનો શણગાર કરી અન્નકૂટ ધરાવાયો, મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો

Spread the love

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે પવિત્ર એકાદશી નિમિત્તે હનુમાનજી દાદાને 2000 કિલો કાળી લીલી દ્રાક્ષનો દિવ્ય શણગાર કરાયો હતો. તેમજ અન્નકુટ ધરાવાયો હતો. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

2000 કિલો કાળી-લીલી દ્રાક્ષનો શણગાર
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. હનુમાનજી મંદિર દ્વારા હિન્દુ ધર્મના દરેક વાર તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા વાર તહેવારે દાદાને વિશેષ શણગાર, અન્નકુટ ધરાવવામાં આવે છે. ત્યારે આજે પવિત્ર એકાદશી નિમિત્તે હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરાયો છે. મંદિરના ગર્ભગૃહમાં દાદાની મૂર્તિની આસપાસ 2000 કિલો કાળી લીલી દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ દ્રાક્ષનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લીધો
​​​​​​​આજે પવિત્ર એકાદશીના દિવસે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. દાદાને 2000 કિલો કાળી લીલી દ્રાક્ષનો શણગાર કરી અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. ત્યારે વહેલી સવારથી ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તેમ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ માહિતી આપી હતી.


Spread the love

Related posts

આંબેડકર જયંતીની પોલીસ-લોકો વચ્ચે બોલાચાલી:સ્ટંટ કરી રહેલા યુવકોને અટકાવતા ઘર્ષણ

Team News Updates

બપોર સુધીમાં વીજ પ્રવાહ પૂર્વવત થવાની સંભાવના,UGVCLની 3 ટીમો કામે લાગી,10 ગામોમાં 26 વિજપોલ પડી જતાં વીજળી ગુલ

Team News Updates

જેતપુર તાલુકાનાં ગામડાંમાં ખનીજચોરી કરતી “વરાહ ઇન્ફ્રા” કંપનીને કોનું વરદાન??

Team News Updates