રાજકોટના જેતપુરમાં કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેતપુરના નવાગઢ ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી હતી. તેમજ કાર ચાલક CNG ગેસ ભરાવીને ઘરે જતા દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. કારમાં અચાનક આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ છે.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટના જેતપુરમાં કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેતપુરના નવાગઢ ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી હતી. તેમજ કાર ચાલક CNG ગેસ ભરાવીને ઘરે જતા દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. કારમાં અચાનક આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ છે. યુવક સમયસૂચકતાથી બહાર નીકળી જતા બચી ગયો છે. તેમજ પાલિકાના ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવ્યો હતો.
બીજી તરફ આ પ્રકારની ઘટના અગાઉ પણ બની હતી. ગાંધીનગરના સેક્ટર 3માં કારમાં આગચંપની ઘટના બની હતી. કારને આગ હવાલે કરવાની ઘટના CCTVમાં કેદ
થઈ હતી. બ્રોકરના ઘરના CCTVમાં આગચંપીની ઘટના કેદ થઈ ગઈ હતી. તેમજ કારમાલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.