News Updates
NATIONAL

ભારતની મોટી સફળતા, અગ્નિ-5નું પરીક્ષણ સફળ, પીએમ મોદીએ DRDOને આપ્યા અભિનંદન

Spread the love

ભારત પાસે અત્યારે અગ્નિ શ્રેણીની 1 થી 5 મિસાઈલો છે. આમાંથી કેટલીક ટૂંકી રેન્જની ક્ષમતા ધરાવે છે અને કેટલીક મધ્યમ કક્ષાની રેન્જ ધરાવે છે, પરંતુ અગ્નિ-5 એ સૌથી શક્તિશાળી મિસાઈલ છે. અગ્નિ-5 મિસાઈલની રેન્જ 3500-5000 કિમી છે.

DRDOના વૈજ્ઞાનિકોએ, મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ ટેકનોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. દેશની સુરક્ષા અને પ્રગતિ સાથે જોડાયેલી ઘટનાને લઈને વડાપ્રધાને DRDOના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. PM એ લખ્યું કે મિશન દિવ્યસ્ત્ર માટે અમારા DRDO વૈજ્ઞાનિકો પર ગર્વ છે. MIRV એટલે કે, મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ ટેકનોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલની આ પ્રથમ ઉડાન છે.

દેશના વૈજ્ઞાનિકોને સોમવારે એક મોટી સફળતા મળી. MIRV ટેક્નોલોજીવાળી અગ્નિ-5 મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું છે. આ માટે પીએમ મોદીએ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને પણ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીએ ‘X’ પર ( જે પહેલા ટ્વિટર તરીકે ઓળખાતુ હતું ) લખ્યું, “મિશન દિવ્યસ્ત્ર માટે અમારા DRDO વૈજ્ઞાનિકો પર ગર્વ છે. મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ ટેક્નોલોજી (MIRV) સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું આ પ્રથમ ઉડાન પરીક્ષણ છે.

અગ્નિ-5 શ્રેણીની સૌથી શક્તિશાળી મિસાઈલ

ભારત પાસે અત્યારે અગ્નિ શ્રેણીની 1 થી 5 મિસાઈલો છે. આમાંથી કેટલીક ટૂંકી રેન્જની ક્ષમતા ધરાવે છે અને કેટલીક મધ્યમ કક્ષાની રેન્જ ધરાવે છે, પરંતુ અગ્નિ-5 એ સૌથી શક્તિશાળી મિસાઈલ છે. અગ્નિ-5 મિસાઈલની રેન્જ 3500-5000 કિમી છે. આનો અર્થ એ છે કે તે 3500-5000 કિમી સુધીના અંતરે બેઠેલા દુશ્મનોને થોડી જ સેકન્ડમાં ખતમ કરી શકે છે. DRDO પણ આ મિસાઈલોને અદ્યતન ટેકનોલોજી સાથે અપગ્રેડ કરી રહ્યું છે જેથી જ્યારે સમય આવે ત્યારે દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકાય.


Spread the love

Related posts

દિલ્હીમાં AQI-500 પાર;22 ટ્રેનો મોડી પ્રદૂષણ- ધુમ્મસને કારણે,DU-JNUની તમામ કોલેજોમાં ઑનલાઇન અભ્યાસ

Team News Updates

સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના બે આરોપી AGTFના હાથે ઝડપાયા, પંજાબમાં ગેંગ વોરના મોટા ષડયંત્રનો પર્દાફાશ

Team News Updates

ભારત મંડપમ્ બાદ ભવ્ય યશોભૂમિ:જુઓ દુનિયાના સૌથી મોટા કન્વેશન સેન્ટરમાં સામેલ થનાર IICC, 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી દેશને કરશે સમર્પિત

Team News Updates